fbpx

128 વર્ષએ દુનિયાને અલવિદા કહી દેનારા શિવાનંદ બાબા સવારે 3 વાગ્યે ઉઠી જતા

Spread the love
128 વર્ષએ દુનિયાને અલવિદા કહી દેનારા શિવાનંદ બાબા સવારે 3 વાગ્યે ઉઠી જતા

કાશીના યોગ ગુરુ અને પદ્મશ્રી સ્વામી શિવાનંદ બાબાનું 128 વર્ષની વયે વારાણસીમાં નિધન થયું છે. તેઓ દુનિયાના સૌથી વૃદ્ધ પુરુષ તરીકે કહેવાતા હતા.21 માર્ચ 2022ના દિવસે જ્યારે રાષ્ટ્રપતિ કોવિંદના હસ્તે તેમને પદ્મશ્રી એનાયત થયો હતો ત્યારે સાવ સાદા વસ્ત્રો અને પગરખા વગર તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા અને નંદી મુદ્દામાં રાષ્ટ્રપતિ અને PMને પગે લાગ્યા હતા.

128 વર્ષની ઉંમરે પણ તેઓ એટલી જ સ્ફુર્તિથી કામ કરતા હતા અને જિંદગીના છેલ્લાં શ્વાસ સુધી તેમની સાથે યોગ રહ્યો. તેઓ મળસ્કે 3થી 4ની વચ્ચે ઉઠી જતા અને સ્નાન પછી યોગ કરતા અને સાવ સાદું ખાવાનું ખાતા. તેમનો મંત્ર હતો કે નો ઓઇલ ઓનલી બોઇલ.માત્ર બાફેલું ખાવાનું જ ખાતા અને દરરોજ મા ચંદીનો પાઠ અને ભગવદગીતાનો પાઠ કરતા. રાત્રે 8 વાગ્યે માત્ર ચટાઇ પર સુઇ જતા.

error: Content is protected !!