
-copy19.jpg?w=1110&ssl=1)
જાણીતી કંપની ડાબરની મુશ્કેલીમાં વધારો થયો છે. તેની ફ્રુટ જ્યુસ સામે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે.
ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દિલ્હી હાઇકોર્ટમાં ફરિયાદ દાખલ કરીને કહ્યું છે કે, ડાબરના REAL ફ્રુટ જ્યુસ પર લાગેલું 100 ટકા ફ્રુટ જ્યુસનું લેબલ સાચું નથી, એમાં પાણી મેળવવામાં આવે છે. ડાબરનો દાવો ગ્રાહકને ભ્રમિત કરનારો છે.
ખાદ્ય સુરક્ષાના નિયમો મુજબ ડાબરને પોતાના પેકેજિંગ પર 100 ટકા ફ્રુટ જ્યુસ લખવાની મંજૂરી નથી. ફુડ સેફ્ટીએ કોર્ટમાં સોંગદનામુ પણ રજૂ કર્યું હતું. ડાબર કંપનીએ કહ્યુ કે, તેના રીયલ એક્ટિલ જેવા જ્યુસ ફળાનો ઘટ્ટમાં પાણી ઉમેરીને બનાવવમાં આવે છે. જેનાથી કુદરતી જ્યુસની રચના જળવાઇ રહે. હવે 7 જુલાઇએ સુનાવણી થશે.