fbpx

હોંગકોંગમાં મહાત્મા બુદ્ધના અવશેષોની હરાજી રોકવા માટે ભારતીય સંસ્કૃતિ મંત્રાલયે સખત, મોકલી નોટિસ

Spread the love
હોંગકોંગમાં મહાત્મા બુદ્ધના અવશેષોની હરાજી રોકવા માટે ભારતીય સંસ્કૃતિ મંત્રાલયે સખત, મોકલી નોટિસ

મહાત્મા બુદ્ધના અવશેષોની હોંગકોંગમાં થનારી હરાજીએ ભારત સહિત વિશ્વભરના બૌદ્ધ ધર્મીઓને નારાજ કરી દીધા છે. કેન્દ્ર સરકારે 7 મેના રોજ થનારી આ હરાજી અટકાવવાની તૈયારી કરી લીધી છે. તેને લઇને, દેશના સંસ્કૃતિ મંત્રાલયે હરાજી રોકવા માટે કડક પગલાં ઉઠાવ્યા છે. મહાત્મા બુદ્ધ સાથે સંબંધિત ઐતિહાસિક વારસાની હરાજી રોકવા માટે સરકારે કાયદાનો સહારો લીધો છે. આ હરાજી હોંગકોંગના સોથેબીમાં થવાની હતી, જેને લઇને કાયદાકીય નોટિસ જાહેર કરવામાં આવી છે.

Buddhist2

માહિતી અનુસાર, પિપરહવા સ્તૂપના ખોદકામ દરમિયાન હાડકાના ટુકડા, ઐતિહાસિક પથ્થરો, ક્રિસ્ટલ કૉસ્કેટ, સેન્ડસ્ટોન લોફર્સ અને સોનાના ઘરેણા મળ્યા હતા. વર્ષ 1898માં વિલિયમ ક્લેક્સટને ખોદકામ દરમિયાન કાઢ્યા હતા. ખોદકામમાં મહાત્મા બુદ્ધ સાથે સંબંધિત એક કાસ્કેટ પર બ્રાહ્મી લિપિમાં એક શિલાલેખ મળ્યો હતો, જેને શાક્ય કબિલાએ જમા કર્યો હતો.

Buddhist1

આ ખોદકામમાંથી મળેલા કેટલાક અવશેષો 1899માં ભારતીય સંગ્રહાલય, કોલકાતામાં મોકલી દેવામાં આવ્યા હતા. AA પુરાતાત્વિક વારસામાં સામેલ હોવાને કારણે, તેનું વેચાણ પ્રતિબંધિત છે. આ કારણે, મહાત્મા બુદ્ધ સાથે સંબંધિત ઐતિહાસિક વારસાની હરાજી રોકવા માટે હોંગકોંગના સોથેબીને કાયદાકીય નોટિસ આપવામાં આવી છે. આ મુદ્દા પર, સંસ્કૃતિ મંત્રાલયે હરાજીમાંથી અવશેષોને તાત્કાલિક પરત લેવા માટે સહયોગ કરવાનો આગ્રહ કર્યો છે.

મહાત્મા બુદ્ધ સાથે જોડાયેલા 1800 પ્રકારનું સોનું, નીલમ અને કિંમતી પથ્થરોની હરાજી 100 કરોડ રૂપિયાથી વધુ કિંમતમાં કરવાની તૈયારી છે. બૌદ્ધ સમુદાય સાથે જોડાયેલા ઘણા સંગઠનોએ કેન્દ્ર સરકારને આ મામલે હસ્તક્ષેપ કરવા અને હરાજી રોકવાની માગ કરી હતી.

error: Content is protected !!