fbpx

પાકિસ્તાનને લાગ્યો વધુ એક ઝટકો, આ દેશે સીરિઝ રમવાનો કરી દીધો ઇનકાર

Spread the love
પાકિસ્તાનને લાગ્યો વધુ એક ઝટકો, આ દેશે સીરિઝ રમવાનો કરી દીધો ઇનકાર

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે શનિવાર, 10 મેના રોજ જાહેરાત કરી હતી કે મેન્સ રાષ્ટ્રીય ટીમ 2 મેચની T20 ઇન્ટરનેશનલ સીરિઝ માટે UAEનો પ્રવાસ કરશે, પરંતુ 5 T20 ઇન્ટરનેશનલ રમવા માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવા બાબતે અત્યાર સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ અગાઉ, અમીરાત ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી હતી કે બાંગ્લાદેશ મે મહિનામાં શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં UAE વિરુદ્ધ બે T20 મેચ રમશે. આ મેચો 17 અને 19 મેના રોજ સ્થાનિક સમય મુજબ સાંજે 7:00 વાગ્યે રમાશે. પાકિસ્તાન વિરુદ્ધ 5 T20 મેચ 25 મે થી 3 જૂન સુધી રમવાની હતી.

pakistan1

બાંગ્લાદેશે આ સીરિઝ બાદ પાકિસ્તાન જવાનું હતું. જોકે, BCBએ કહ્યું કે તેમણે પાકિસ્તાન અને ભારત વચ્ચેના સીમા પર તણાવને જોતા આ નિર્ણય ટાળી દીધો છે, જેના કારણે IPL અને PSL બંને સ્થગિત થઈ ગયા છે. BCBના ડિરેક્ટરોએ શનિવારે શેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બેઠક કરીને પોતાની આગામી રણનીતિ પર ચર્ચા કરી હતી. BCBએ એક નિવેદનમાં કહ્યું કે, આંતરરાષ્ટ્રીય જોડાણ અને તૈયારી માટે પોતાની નિરંતર પ્રતિબદ્ધતા હેઠળ, બાંગ્લાદેશની રાષ્ટ્રીય ટીમ નિર્ધારિત કાર્યક્રમ મુજબ મેજબાન દેશ વિરુદ્ધ 2 મેચની T20 આંતરરાષ્ટ્રીય સીરિઝ માટે સંયુક્ત આરબ અમીરાત (UAE)નો પ્રવાસ કરશે. આ સીરિઝ આગામી અઠવાડિયે શરૂ થવાની છે.

bangladesh-cricket-board1

તેમાં કહેવામાં આવ્યું છે કે, BCB એ વાતનો પુનરોચ્ચાર કરવા માગે છે કે તેના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફની સુરક્ષા બોર્ડની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પ્રવાસ સાથે સંબંધિત તમામ નિર્ણયો પાકિસ્તાનની વર્તમાન પરિસ્થિતિનો સાવધાનીપૂર્વક વિચાર કર્યા બાદ  લેવામાં આવશે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે તે ટીમ અને બાંગ્લાદેશ ક્રિકેટના સર્વોત્તમ હિતોને અનુરૂપ છે. તમને જણાવી દઈએ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે બાંગ્લાદેશે આ નિર્ણય લીધો છે. બાંગલાદેશ આ પ્રવાસો બાદ, શ્રીલંકાના પ્રવાસે જશે. જ્યાં વન-ડે, T20 અને ટેસ્ટ મેચોની સીરિઝ રમાશે. વર્ષ 2021 બાદ બાંગ્લાદેશ પહેલી વખત શ્રીલંકાનો પ્રવાસ કરશે.

error: Content is protected !!