

પહેલા મેસેજ એ હતો કે પાકિસ્તાનને સુધરવાની છેલ્લી તક આપવમાં આવી. ભારતે પાકિસ્તાની સેના કે પ્રજા પર હુમલો નહોતો કર્યો, પરંતુ પાકિસ્તાને જ કર્યુ તે એક્ટ ઓફ વોર હતું. હવે ભારતે મેસેજ આપી દીધો છે કે, હવે પાકિસ્તાનને સુધરવાની કોઇ ગુંજાઇશ નથી.
બીજો મેસેજ ચીનને આપી દીધો. પાકિસ્તાને ચીને આપેલા HQ-9 એર ડિફેન્સ સીસ્ટમને ભારતે તોડી પાડી હતી. જેને કારણે ચીનને મોટો આઘાત લાગ્યો છે. આ ચીન માટે ગંભીર ચેતવણી હતી. ત્રીજો મેસેજ પડોશી દેશો માટે હતો કે, જે રીતે પાકિસ્તાન ચીનના વાયે ચાલ્યું એ રીતે શ્રીલંકા કે બાંગ્લાદેશ હવે ન ચાલે. બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી જશે
ભારતે દુનિયાને મેસેજ આપ્યો કે ભારતે માત્ર રિસ્પોન્ડ કર્યું હતું. એસ્કેલેટ પાકિસ્તાન તરફથી કરવામાં આવ્યું. પાંચમો મેસેજ એ છે કે ભારત સરકાર, સેના અને પ્રજા હવે ક્યારેય પાકિસ્તાન માટે સોફ્ટ કોર્નર નહીં રાખી શકશે.