fbpx

હીરા ઉદ્યોગમાં 8 કરોડનું ઉઠમણું પ્રી પ્લાન્ડ હતું?

Spread the love
હીરા ઉદ્યોગમાં 8 કરોડનું ઉઠમણું પ્રી પ્લાન્ડ હતું?

સુરતના હીરાઉદ્યોગમાં 8.20 કરોડ રૂપિયાના ઉઠમણાંની ભારે ચર્ચા છે. કતાગરગામ વિસ્તારમાં આવેલી મહંત ડાયમંડ અને રશેષ જ્વેલસના 3 ભાગીદારો સામે પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ થઇ છે. 21 વેપારીઓના રૂપિયા સલવાયા છે.

સો  શિયલ મીડિયમાં કથિત 4 ઓડ્યો ક્લીપ વાયરલ થઇ રહી છે. અમે આ ઓડિયો ક્લીપની ખરાઇ કરતા નથી. પરંતુ વાયરલ થયેલા ઓડિયોમાં રોનક અને કૌશિક નામના 2 પાત્રો આખા ઉઠમણાંની યોજના વિશે વાત કરી રહ્યા છે. ઉઠમણું કરવા માટે પ્રિ પ્લાન્ડની ચર્ચા થઇ રહી છે. એક વ્યક્તિ બોલે છે કે, પોલિટિક્સ, પોલીસ બધું મેનેજ થઇ ગયું છે. પોલીસને પહેલા જાણ કરવી પડશે કે, ઉઠમણું થવાનું છે અને એના માટે પોલીસને 50-60 દેવા પડશે એવી ઓડિયોમાં વાતચીત થઇ રહી છે.

error: Content is protected !!