

ઓપરેશન સિંદુર પછી ભારતના ડિરેકટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) રાજીવ ઘઇ ચર્ચામાં છે. પાકિસ્તાનના DGMOએ રાજીવ ઘઇ સાથે વાત કરી, પછી બંને દેશો વચ્ચે સીઝફાયર થયું.
રાજીવ ઘઇ ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારી છે અને ઓકટોબર 2024માં તેમણે DGMOનું પદ સંભાળ્યું હતું. આ પદ પહેલાં તેઓ શ્રીનગર ચિનાર કોપર્સના જનરલ ઓફિસર કમાડીંગ તરીકે સેવા આપતા હતા અને 15 વર્ષથી તેમણે શ્રીનગરમાં સેવા આપી હતી.
DGMOનું પદ લેફટનન્ટ જનરલ 3 સ્ટાર રેંકના અધિકારીને જ આપવામાં આવે છે. રાજીવ ઘઇ 33 વર્ષથી ભારતીય સેનામાં જોડાયેલા છે..
રાજીવ દહેરાદુનમાં ભારતીય મિલિટરી એકડમીના વિદ્યાર્થી હાત અને તેમણે તમિલનાડુની વેલિંગ્ટન ડિફેન્સ સર્વીસીઝમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. રાજીવ ઘઇએ શ્રીનગરમાં સ્થાનિક નાગરીકો સાથે સંબંધો મજબુત કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી.