

સૌરાષ્ટ્રના એક ખેડૂત કોથિંબાની કાયરીનો એવો ગૃહઉદ્યોગ ચલાવે છે જેનાથી તેઓ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ખેડૂતો અને આજના યુવાનો માટે આ એક પ્રેરણાદાયક વાત છે. સૌરાષ્ટ્રના આ ખેડૂતે 27 વર્ષ પહેલાં 50 મણથી શરૂઆત કરી હતી અને આજે 3600 મણ કોથિંબાની કાયરીનું ઉત્પાદન કરે છે અને 13થી વધારે દેશોમાં નિકાસ કરે છે.
જુનાગઢના કેશોદના હસમુખ ડોબરિયાને 27 વર્ષ પહેલાં કોથિંબાની કાયરીના બિઝનેસનો વિચાર આવેલો અને તેમણે 50 મણથી શરૂઆત કરેલી. કોથિંબા એટલે ભારતીય રસોઇનું મહત્ત્વપૂર્ણ રૂતુપાક છે. વેલામાથી નાના ગોળ આકારના લીલા ફળ થાય છે જેને કોથિંબા કહેવામાં આવે છે.
હસમુખ ભાઇએ કેશોદમાં ગૃહઉદ્યોગ શરૂ કરીને અનેક લોકોને રોજગારી પુરી પાડે છે અને ખેડૂતોને પણ આ વિશે શીખવાડે છે.