fbpx

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

Spread the love
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન સિંદુરની બ્રીફીંગ વખતે સામે આવેલા કર્નલ સોફિયા ગુજરાતના વડોદરાના જ છે. ઉપરાંત સુરતના એક પરિવારની 2 દીકરી અને એક દીકરો પણ ભારતીય સેનામાં છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા માયા મંગલને 3 સંતાનો છે 2 દીકરી અને 1 દીકરો. આ ત્રણેય સંતાનો સેનામાં છે. સૌથી મોટી દીકરી વૈશાલી મંગલ નડાબેટમાં સેવા આપે છે, બીજા નંબરનો દીકરો છત્તીસગઢમાં નકસ્લી વિસ્તારમાં તૈનાત છે અને સૌથી નાની શીતલ મંગલ ભારત- બાંગ્લાદેશ બોર્ડર પર સેવા આપે છે. વૈશાલી તો પરણિત છે અને એક દીકરો છે અને દીકરાને મુકીને સરહદ પર દેશ સેવા આપી રહી છે.

error: Content is protected !!