
-copy37.jpg?w=1110&ssl=1)
પોરબંદરના કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાની કાકી હિરલબા જાડેજા અત્યારે ખંડણી અને અપહરણ કેસમાં જેલમાં છે. પોલીસે આ કેસની તપાસ હાથ ધરી તો ચોંકાવનારી વાત સામે આવી કે હિરલબા તો ડિજિટિલ અરેસ્ટની લીડર છે. તેણે ગુજરાત, તમિલનાડુ,હરિયાણા, ઉત્તર પ્રદેશમાંથી ડિજિટલ અરેસ્ટ કરીને 3.96 કરોડની રકમ ઓનલાઇન મેળવી લીધી છે.
હિરલબા ગરીબ લોકોના દસ્તાવેજો મેળવી લેતી અને તેમને નજીવા પૈસા આપી દેતી હતી. કોટક બેંકના મેનેજરને પોતાના બંગલે બોલાવતી અને ખાતા ખોલાવી દેતી. પાસબુક, ચેકબુક ,ATM કાર્ડ પોતાની પાસે રાખતી.
તેની ટીમ ડિજિટિલ અરેસ્ટ કરવાનું કામ કરતી અને એના જે રૂપિયા આવતા એ આ ગરીબોના ખાતામાં જમા કરાવી દેવાતા હતા. હિરલબા જે દિવસે પૈસા જમા થાય એ જ દિવસે પૈસૌ ઉપાડી લેતી હતી