fbpx

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

Spread the love
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં મોટો ખર્ચ કરનારા નાના પરિવારોને રાહત મળશે. કચ્છ આહીર સમાજના લોકોની મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો કે હવેથી લગ્નસરામાં સોનાની લેતી-દેતી પર પ્રતિબંધ મુકવામાં આવે છે.સોનાના ભાવો આસમાને હોવાને કારણે નાના પરિવારોને  સોનું ચઢાવવું મુશ્કેલ હતું.

બીજો નિર્ણય એ લેવામાં આવ્યો કે લગ્ન પ્રસંગમાં માત્ર 6 વાનગીઓ જ રાખવામાં આવે, જો કોઇ પરિવાર 6થી વધારે વાનગી રાખશે તો 2.51 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે. વરરાજાને શેરવાની પહેરવા પર પણ પ્રતિબંધ મુકાયો છે. શેરવાની પહેરવા પર 1 લાખ રૂપિયાનો દંડ લેવાશે.આ નિર્ણય સમાજના નાના લોકો માટે આર્શીવાદરૂપ સાબિત થશે.

error: Content is protected !!