fbpx

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

Spread the love
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તબિયતને ધ્યાનમાં રાખીને બાહુબલી શાહના આગોતરા જામીન મંજૂર કરવામાં આવ્યા છે.

તાજેતરમાં ગુજરાત સમાચાર અને GSTV સાથે સંકળાયેલા 15 સ્થળોએ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે દરોડા પાડ્યા હતા. એ પછી  EDની એન્ટ્રી થઇ હતી. બાહુબલી શાહની મનીલોન્ડરીંગ સાથે સંકળાયેલા એક જૂના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત સમાચારના માલિકની ધરપકડ થવાને કારણે રાષ્ટ્રીય લેવલે રાજકારણમાં ગરમાટો આવી ગયો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ બાહુબલી શાહની ધરપકડ સામે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે, બાહુબલી શાહ પર એક્શન એ લોકતંત્રના અવાજને દબાવવાનું ષડયંત્ર છે.

error: Content is protected !!