

વૈજ્ઞાનિકોએ એક અદભુત સફળતા હાસંલ કરી છે. યુરોપિયન ન્યુક્લિયર રિસર્ચ ઓપરેશનના વૈજ્ઞાનિકોએ સીસા જેવી સામાન્ય ધાતુમાંથી સોનું બનાવી દીધું છે.
મધ્યયુગના રસાયણશાસ્ત્રીઓ એટલે કે એલકેમીસ્ટસે સીસામાંથી ગોલ્ડ બનાવવાના અનેક વખત પ્રયાસ કર્યા હતા, પરંતુ સફળ નહોતા થયા, તેમનું સપનું હવે આધુનિક વૈજ્ઞાનિકોએ પુરુ કર્યું છે.
વૈજ્ઞાનિકોએ ઉચ્ચ ઉર્જાવાળા કણોની મદદથી સીસાના અણુમાં જે પ્રોટોન અને ન્યુટ્રોન હતા તે દુર કરીને સોનાના અણુમાં પરિવર્તિત કરી દીધા જે પ્રયોગ સફળ રહ્યો છે.
જો કે બજારમાં જે રીતે ગોલ્ડ વેચાય છે એ ભાવે આ સોનું મળવું મુશ્કેલ છે,કરાણકે તેની પ્રોસેસ ખર્ચાળ છે, પરંતુ અનેક જગ્યાએ આ નવી શોધ કામ લાગશે એવું વૈજ્ઞાનિકોનું કહેવું છે.