
-copy39.jpg?w=1110&ssl=1)
સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું હતું, જેની ફરિયાદ CID ક્રાઇમ સુરતને કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. આ કૌભાંડમાં સામેલ સુરત સિટી સર્વેનો અધિકારી અનંત પટેલ ઘણા સમયથી ભાગતો ફરતો હતો.
CID ક્રાઇમને માહિતી મળી હતી કે, અનંત પટેલ મહારાષ્ટ્રના પુણેમાં છુપાયેલો છે. એક ટીમે ત્યાં જઇને શુક્રવારે રાત્રે દબોચી લીધો અને ટ્રાન્ઝીસ્ટર વોરંટથી પટલેને સુરત લાવવામાં આવી રહ્યો છે.
આ કૌભાંડમાં સિટી સર્વેના કાનાલાલ ગામીત, અનંત પટેલ, ડેટા એન્ટ્રી વર્કર અને સમૃદ્ધી કોર્પોરેશનના ભાગીદારોને આરોપી બતાવાયા છે. આ કૌભાંડમાં સુરતના ટોચના બિલ્ડરોના નામ સામેલ છે.