
-copy46.jpg?w=1110&ssl=1)
સુરતમાં શનિવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક કાર ચાલક BRTS રૂટ પર કાર ચલાવી રહ્યો છે અને પાછળથી આવતી એમ્બ્યુલન્સ ઇમરજન્સી સાયરન વગાડ વગાડ કરવા છતા સાઇડ આપતો નથી. આ વીડિયો વાયરલ થયા પછી પોલીસ એક્શનાં આવી હતી અને કાર ચાલક મોયુનુદ્દીન મોહંમદ ચાંદીવાલીની ધરપકડ કરી છે.
ચાંદીવાલાએ પોલીસને કહ્યું કે, મારા પુત્રએ કારમાં મોટેથી મ્યુઝીક સીસ્ટમ શરૂ કરી હતી જેના કારણે એમ્બ્યુલન્સનું સાયરલ સંભળાયું નહોતું. પોલીસે તેની સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
એમ્બ્યુલન્સને સાઇડ નહીં આપવાના કેસમાં સામાન્ય રીતે 6 વર્ષની કેદ અથવા 10,000 રૂપિયાનો દંડ અથવા બંને થાય છે. એક ઇમરજન્સી પેશન્ટને લેવા માટે એમ્બ્યુલન્સ જઇ રહી હતી અને કારને કારણે 10 મિનિટ મોડી પહોંચી હતી.