
-copy45.jpg?w=1110&ssl=1)
ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી GPSCના ઇન્ટરવ્યુ વિશે વિવાદ ચાલી રહ્યો છે. ભાજપના જ હરિ ચૌધરીએ એવો આરોપ લગાવ્યો હતો કે, GPSCના ઇન્ટરવ્યૂમાં ખાસ જાતિના લોકોને વધારે માર્ક્સ આપવામાં આવે છે અને SC-STને ઓછા માર્કસ અપાઇ છે.
હવે ભાજપ અને PASSના નેતા અલ્પેશ કથિરીયાનો એક વીડિયો સોશિયલ મીડિયમાં વાયરલ થયો છે. જેમાં તેઓ GPSCના ચેરમેન IPS હસમુખ પટેલના સમર્થનમાં આવ્યા છે. અલ્પેશે કહ્યું કે, હરિ દેસાઇએ GPSC વિશે પાયા વિહોણી વાત કરી છે. દરેક સમાજ સફળ પણ થાય છે અને નિષ્ફળ પણ થાય છે. એક ઇમાનદાર અને સજજ્ન અધિકારી હસુમખ પટેલની ઇમેજ ખરડાવવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે. GPSC કે હસમુખ પટેલ હમેંશા વિદ્યાર્થીઓના હિતમાં સારા નિર્ણયો જ લે છે.