
-copy44.jpg?w=1110&ssl=1)
કેરી માટે જાણીતા દક્ષિણ ગુજરાતમાં આંબાનું એક અજાયબ ઝાડ આવેલું છે અને 1400 વર્ષ જુનું છે. આ આંબાને ઝાડને ચાલતો આંબો નામ આપવામાં આવ્યું છે અને દેશમાં એક માત્ર આવું ઝાડ હોવાને કારણે 2011માં ગુજરાત સરકારે તેને હેરીટેજ ટ્રી તરીકે જાહેર કરેલું છે.
સામાન્ય રીતે આંબાના ઝાડ જમીનથી આકાશ તરફ સીધા ઉપર વધે છે પરંતુ અનેક ખુબીઓ ધરાવતો આ ચાલતો આંબો અત્યારે જમીનને સમાંતર આડો વધે છે.દર વર્ષે થોડા થોડા અંતરે આ આંબાની ડાળીઓ જમીનમાં પ્રવેશ કરે છે અને ત્યારબાદ એ ડાળીઓ બહાર આવી અને એક નવા જ ઝાડના રૂપમાં ફૂલેફાલે છે અને આંબાનો વિકાસ ત્યાંથી આગળ વધે છે. અત્યાર સુધીમાં આ ઝાડ 20 ફુટ આગળ વધ્યું છે.