

પડકારોને વીંધીને સફળતાના શિખરો સર કરનારા અનેક સફળ લોકોની ગાથા છે. 2 વર્ષ પહેલા 12th ફેઇલ ફિલ્મ આવેલી જેમાં મનોજ શર્મા ભારે સંઘર્ષ કરીને IPS બને છે તેવી સ્ટોરી છે. આવી જ સ્ટોરી ગુજરાતના અમદાવાદથી 40 કિ.મી દુર આવેલા ધોળકાના ચલોડા ગામના સુરજ સોનીની છે.
ચલોડા ગામમાં પતરાના શેડવાળું અને પ્લાસ્ટર વગરના મકાનમાં રહેતા સુરત સોનીની IIM શિલોંગમાં એડમિશન મળી ગયું છે. IIMમાં એડમિશન મેળવવું એ લોઢાન ચણા ચાવવા જેવી વાત હોય છે. અનેક લોકો CATની પરીક્ષામાં નિષ્ફળ જાય છે. પરંતુ સુરજ ગરીબ હોવા છતા તેને પ્રવેશ મળી ગયો છે.
સુરત 12 ધોરણ સુધી ગામમાં જ ભણ્યો અને કોલેજ તેણે અમદાવાદમાં કરી. કોલેજ જવા માટે તેને 4 કિ.મી સુધી ચાલવું પડતું હતું. તેના પિતા પટાવાળા અને માતા ઘરકામ કરીને જીવન ગુજારે છે.