
-copy42.jpg?w=1110&ssl=1)
ગુજરાત ભાજપના નેતા અને અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ હરિ દેસાઇએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને GPSCના ઇન્ટરવ્યૂમાં ઓપન કેટેગરીવાળાને વધુ માર્ક્સ આપવામાં આવે છે અને ચૌધરી સમાજને નુકશાન કરવામાં આવે છે તેવો આરોપ લગાવ્યો છે.
હરિ દેસાઇએ કહ્યું કે, OBCમાં 400થી વધુ માર્ક્સ લાવનારા ઉમેદવારને ઇન્ટરવ્યૂમાં 50 ટકાથી ઓછા માર્ક્સ મળે છે. જ્યારે EWSમાં 400થી ઓછા માર્ક્સ લાવનારા 13 ઉમેદવારોને 70થી વધારે માર્ક્સ મળ્યા છે. ઓપન કેટેગરીમાં 400થી ઓછા માર્ક્સ વાળા 11 ઉમેદવારોને 65 થી વધારે માર્ક્સ મળ્યા છે.
હરિ દેસાઇએ GPSCના ચેરમેન હસુમુખ પટેલની પ્રસંશા કરતા કહ્યું કે,તેઓ સક્ષમ અધિકારી છે, પરંતુ તેમના સમયમાં આવું થાય તે યોગ્ય નથી.