

ઓપરેશન સિંદુરમાં ભારતે પાકિસ્તાન સાથે શું કર્યું તેની વાત દુનિયાના દેશો સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર સર્વપક્ષીસ સાંસદોની ટીમ બનાવી છે. આ સાંસદો 23 અથવા 24મેના દિવસે ભારતથી રવાના થશે અને દુનિયાને ઓપરેશન સિંદુર વિશે માહિતી આપશે.
કેન્દ્ર સરકારે કોંગ્રેસ પાસેથી 4 નામ માંગ્યા હતા, કોંગ્રેસે 4 નામ મોકલ્યા જેમાં આનંદ શર્મા, ગૌરવ ગોગાઇ, ડો, સૈયદ નસીર હુસેન અને રાજા બરારના નામ હતા, પરંતુ સરકારે આ 4 નામો સાઇડ પર મુકી દીધા અને શશી થરૂરનું નામ સામેલ કરી દીધું
શશી થરૂર છેલ્લાં ઘણા સમયથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કામગીરીના વખાણ કરી રહ્યા છે અને તાજેતરમાં કેરળના એક કાર્યક્રમમાં સ્ટેજ પણ શેર કર્યું હતું. એવી ચર્ચા છે કે થરૂર ગમે ત્યારે ભાજપમાં જઇ શકે છે.