fbpx

ભારતના ખેડૂતનો પુત્ર લંડનના આ શહેરનો મેયર બની ગયો

Spread the love
ભારતના ખેડૂતનો પુત્ર લંડનના આ શહેરનો મેયર બની ગયો

ઉત્તર પ્રદેશના એક ગામડામાં જન્મેલો છોકરો UKના એક શહેરનો મેયર બની ગયો છે. મિર્ઝાપુરના ભટેવરા ગામમાં જન્મેલા રાજકુમાર મિશ્રાને બ્રિટનના વેલિંગબરો શહેરના મેયર બનાવવામાં આવ્યા છે.

ખેડૂત પરિવારમાં જન્મેલા રાજકુમાર ચંદીગઢમાંથી બી. ટેક કર્યું હતું અને એમ.ટેક કરવા માટે લંડન ગયો હતો. ત્યારથી કોમ્પયુટર એન્જિનિયરીંગમાં ડીગ્રી મેળવ્યા પછી લંડનમાં જ નોકરી શરૂ કરી અને પછી ત્યાંની લેબર પાર્ટીમાં જોડાઇ ગયો. બે મહિના પહેલા વેલિંગબરો પાલિકાની ચૂટંણી થઇ હતી, જેમાં જીત્યા પછી રાજકુમારને મેયરનું પદ આપવામાં આવ્યું. 9 જણાના પરિવારમાં રાજકુમારનો 6ઠ્ઠો નંબર છે. રાજકુમાર મેયર બનવાના સમાચારે ભટેવરા ગામમાં ભારે સેલિબ્રેશન કરવામાં આવ્યું, કારણકે આ ગામનો પહેલો એવો છોકરો છે જેણે UK જઇને સિદ્ધી મેળવી છે.

error: Content is protected !!