

બોલિવુડ અભિનેતા સુનિલ શેટ્ટીના 3 દાયકાના કરિયરમાં જે.પી. દત્તાની ફિલ્મ બોર્ડરનો પર ઊંડો પ્રભાવ છે. આ વૉર ફિલ્મમાં ન માત્ર તેના પાત્રને, પરંતુ સુનિલને પણ ખૂબ પ્રેમ અને પ્રશંસા મળી, પરંતુ એક સમય એવો હતો જ્યારે અભિનેતાએ આ ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો હતો. તાજેતરમાં જ તેણે જણાવ્યું હતું કે શરૂઆતમાં તેણે ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો હતો કેમ કે તેને જે.પી. દત્તાના ગુસ્સા બાબતે ખબર પડી ગઈ હતી. સુનિલે કહ્યું કે, તેણે જે.પી. બાબતે કેટલીક કહાનીઓ સાંભળીને તેમના ગુસ્સાનો અંદાજો લગાવી લીધો હતો. તેણે કહ્યું કે, ‘મેં બોર્ડર ફિલ્મ કરવાની ના પાડી હતી કેમ કે મેં સાંભળ્યું હતું કે જે.પી. દત્તા ખૂબ જ કડક છે અને જો તેમને ગુસ્સે આવી જાય તો તેઓ ગાળો પણ આપે દે છે. હું પોતે પણ ખૂબ જ ગુસ્સાવાળો હતો, તો જ્યારે તેઓ મને મળવા આવ્યા, ત્યારે મેં કહ્યું કે હું પછી જવાબ આપીશ. પરંતુ મેં મારા સેક્રેટરીને કહી દીધું કે હું આ ફિલ્મ નહીં કરી શકું કારણ કે જો તે મને ગાળો આપી, તો હું પણ પણ મારામારી કરી બેસીશ અથવા થપ્પડ મારી દઇશ કેમ કે હું પણ એટલો જ ગુસ્સાળું છુ. હું કોઈ સાથે પોતાના સંબંધો બગાડવા માગતો નહોતો.
રેડિયો નશા સાથેની વાતચીતમાં સુનિલે આગળ કહ્યું કે, જેપી એટલા જિદ્દી હતા કે તેઓ બોર્ડરમાં મને જ ભૈરવ સિંહના પાત્રમાં ઇચ્છતા હતા. એટલે તેમણે ભરત શાહનો સંપર્ક કર્યો, જે મારી સાસુને જાણતા હતા. જ્યારે ફિલ્મ મારી સાસુના મધ્યમથી મારી પાસે આવી અને તેમણે મને બેસાડીને સમજાવ્યો, ત્યારે મેં હા પાડી. પરંતુ મેં એક શરત રાખી કે જો તેમણે મને શૂટિંગ દરમિયાન ગાળો આપી તો હું ફિલ્મ છોડી દઈશ. પરંતુ પહેલા જ દિવસથી, અમે એટલા સારા બની ગયા કે એવું લાગતું હતું કે અમે વર્ષોથી મિત્રો છીએ. મને ખરેખર લાગે છે કે તે એકમાત્ર વ્યક્તિ છે જેમણે મને પોતાની ફિલ્મમાં ત્યારે લીધો જ્યારે હું પોતાના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો.

તેમણે ક્યારેય મારી ફિલ્મોની કોમર્શિયલ વેલ્યૂ ન જોઈ, તે જ એક સાચો મિત્ર હોય છે. સુનિલ શેટ્ટીએ કહ્યું કે, મેં કદાચ પોતાની જિંદગીમાં ઘણા સંબંધો અને સુંદર લોકો માત્ર એટલે ગુમાવી દીધા કારણ કે મેં તેમની બાબતે કંઈક સાંભળ્યું છે અથવા કોઈ ધારણા બનાવી લીધી છે. ત્યારે મેં નક્કી કર્યું કે હવેથી હું દરેક સંબંધનો જાતે જ પારખીશ અને બીજા કોઈના અભિપ્રાયને મારા નિર્ણયોમાં દખલ નહીં થવા દઉં. ત્યારથી, મારી જિંદગીમાં એવો બદલાવ આવ્યો છે કે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.’

સુનિલ શેટ્ટીની આગામી ફિલ્મ ‘કેસરી વીર’ 23 મે 2025ના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થવા જઈ રહી છે. આ ઐતિહાસિક એક્શન-ડ્રામા 14મી સદીમાં સોમનાથ મંદિરની રક્ષા કરનારા વીરોની કહાની પર આધારિત છે. આ ફિલ્મનું ડિરેક્શન પ્રિન્સ ધીમને કર્યું છે અને તેમાં સુનિલ શેટ્ટી સાથે, સૂરજ પંચોલી, વિવેક ઓબેરોય અને આકાંક્ષા શર્મા મહત્ત્વની ભૂમિકામાં છે. તો, જે.પી. દત્તા 1997માં રીલિઝ થયેલી બોર્ડરની સિક્વલ ‘બોર્ડર 2’ પર કામ કરી રહ્યા છે, જેમાં સુનિલ શેટ્ટીનો પુત્ર અહાન શેટ્ટી પણ નજરે પડશે. આ ફિલ્મમાં સની દેઓલ, દિલજીત દોસાંઝ, વરુણ ધવન અને પરમવીર સિંહ ચીમા જેવા કલાકાર પણ સામેલ છે. આ ફિલ્મ 23 જાન્યુઆરી 2026ના રોજ પ્રજાસત્તાક દિવસના અવસર પર રીલિઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે.