પ્રાંતિજ ના પોગલુ-પીલુદા પાટીયા નજીક કાર ચાલકે રીક્ષા ને ટક્કર મારી
– કાર ચાલકે રીક્ષા ને અડફેટે લેતા રીક્ષા ત્રણ થી ચાર પલ્ટી ખાઈ ગઈ
– રીક્ષા પલ્ટી ખાતા રીક્ષા મા રહેલ ફુટ ના ખાલી કેરેટ રોડ ઉપર વેરવિખેર થઈ ગયા
– કાર ચાલક અકસ્માત સર્જી રીક્ષા ચાલકને જીવલેણ ઈજાઓ પહોચાડી ધટના સ્થળે થી ભાગી ગયો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના પોગલુ-પીલુદા પાટીયા નજીક કાર ચાલકે રીક્ષા ને અડફેટે લેતા રીક્ષા ત્રણ થી ચાર પલ્ટી ખાઇ ગઇ હતી તો રીક્ષા ચાલક ને જીવલેણ ઇજાઓ પોહચતા ૧૦૮ મારફતે હિંમતનગર ખાતે સારવાર અર્થે ખસેડવા મા આવ્યો





હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવે-૪૮ પ્રાંતિજ ના પોગલુ પાટીયા નજીક હિંમતનગર તરફ થી આવતી રીક્ષા ને પાછળ થી આવતી કાર ચાલકે ટક્કર મારી અડફેટે લેતા રીક્ષા રોડ ઉપર જ ત્રણ થી ચાર પલ્ટી ખાઈ ગઈ હતી તો રીક્ષા મા રહેલ ફુટ ના ખાલી કેરેટો રોડ ઉપર વેરવિખેર થઈ ગયા હતા તો અકસ્માત અંગેની જાણ રોડ ઉપર થી આવતા જતા લોકો તથા આજુબાજુમા રહેતા લોકો ને ખબર પડતા તેવો અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા અને દોડી આવેલ લોકો માંથી કોઇ એ ૧૦૮ ને ફોન કરતા ૧૦૮ ના પાયલોટ પરેશભાઇ પટેલ તેમની ટીમ સાથે તાત્કાલિક ધટના સ્થળે દોડી આવ્યા હતા તો ઇજાગ્રસ્ત રીક્ષા ચાલક પ્રાંતિજ ના સલાલ ગામના કાળુભાઈ દેવીપુજક હોવાનુ પ્રાથમિક તપાસ મા જાણવા મલ્યુ હતુ તો રીક્ષા ચાલક કાળુભાઈ ને હાથે પગે માથાના ભાગે શરીરે જીવલેણ ઈજાઓ પોહચતા ૧૦૮ મારફતે તેવોને હિંમતનગર ખાતે સારવાર અર્થે ખસેડવા મા આવ્યા હતા તો અકસ્માત સર્જી ને કાર ચાલક પોતાની કાર લઈ અકસ્માત સ્થળે થી ભાગી ગયો
