fbpx

પ્રાંતિજ ના સેજવીકપુરા માં દુધ મંડળીમાં ઉચાપત થતાં   સેક્રેટરી  સામે પોલિસ ફરીયાદ થઈ  

Spread the love

પ્રાંતિજ ના સેજવીકપુરા માં દુધ મંડળીમાં ઉચાપત થતાં   સેક્રેટરી  સામે પોલિસ ફરીયાદ થઈ  
– ૪,૭૮,૬૮૭  ની ઉચાપત થતાં  પોલીસ ફરીયાદ થઈ  
– પોલીસે ગુનોનોધી આગળ ની તપાસ હાથધરી  
–  મંડળીના સેક્ટરી  વિરૂધ્ધ પોલીસ ફરીયાદ થઇ
– મંડળીના ચેરમેન દ્રારા પોલીસ ફરિયાદ થઈ
                   


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના સેજવીકપુરા ખાતે આવેલ ધી સેજવીકપુરા દુધ  ઉત્પાદક સહકારી મંડળી ના સેક્રેટરી દ્રારા ૪,૭૮,૬૮૭ ની ઉચાપત કરાતાં સેકેટરી વિરૂધ્ધ પોલીસ ફરીયાદ થઈ  


     પ્રાંતિજ ના સેજવીકપુરા ખાતે  આવેલ ધી સેજવીકપુરા દુધ ઉત્પાદક  સહકારી મંડળી માં ફરજ બજાવતાં  સેક્રેટરી નરેન્દ્ર સિંહ કુવરસિંહ રાઠોડ  દ્વારા પોતાની ફરજ દરમ્યાન તા.૧|૧૦|૨૦૨૦ થી તા.૩૧|૭|૨૦૨૩ સુધી ના સમય દરમ્યાન મંડળીના માલ સામાન ના ખરીદ વેચાણ ના હિસાબ કોઇ રજીસ્ટરમાં નહી ઉધારી રૂ.૩,૬૯૯૩૨ તથા રૂ.૮૫,૦૦૦ દુધ મંડળીના બાંધકામ માટે સલાલ સાબરકાંઠા બેંક માંથી ચેક થી ઉપાડી કોઇ બાંધકામ નહી કરાવી તેમજ દુધ મંડળી ની સિલ્ક રૂ.૧૧૦૪ ની મંડળી મા જમા નહી કરાવી કુલ-રૂ. ૪,૭૮,૬૮૭ ના પોતાના કામ માટે ઉપયોગ માં લઈ મંડળી માં કોઇ રજીસ્ટર માં જમા ઉધાર નહી કરી પરત નહિ ભરી કાયમી નાણાંકીય ગેરરીતી કરી પોતાની ફરજ મા નિષ્કાળજી રાખી ગુન્હો કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા મંડળી ના ચેરમેન રણજીતસિંહ હરિસિંહ રાઠોડ રહે.સેજવીકપુરા તા.પ્રાંતિજ જિ સાબરકાંઠા દ્રારા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે મંડળીના સેકેટરી નરેન્દ્રસિંહ કુવરસિંહ રાઠોડ રહે.સેજવીકપુરા તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા વિરૂધ્ધ આઇપીસીકલમ ૪૦૯ મુજબ ગુનોનોંધી આગળ ની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના પીએસઆઇ એન.બી.વાધેલા દ્રારા તપાસ હાથ ધરવામા આવી છે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!