fbpx

પ્રાંતિજ ના નવાપુરા સીતવાડા ખાતે ઇન્સ્ટિટ્યૂટ ગ્રામ ઉપર ઉશ્કેરી જનક વિડિયો મુકતા પોલીસ ફરિયાદ થઈ

Spread the love

પ્રાંતિજ ના નવાપુરા સીતવાડા ખાતે ઇન્સ્ટિટ્યૂટ ગ્રામ ઉપર ઉશ્કેરી જનક વિડિયો મુકતા પોલીસ ફરિયાદ થઈ
– ગામનાજ ઇસમ વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા પોલીસ ફરિયાદ થઈ


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના નવાપુરા સીતવાડા ખાતે ગામમા સમાજ મા અપમાન થાય તેમજ ઉશ્કેરવાના ઇરાદાથી ઈન્સ્ટાગ્રામ આઇ.ડી.ઉપર વિડિયો પોસ્ટ કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા ગ્રામ નાજ ઇસમ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ


   પ્રાંતિજ ના નવાપુરા-સીતવાડા ખાતે રહેતા ગજેન્દ્રસિંહ સુરસિંહ રાઠોડ દ્રારા ગામમાજ રહેતા દિગ્વિજયસિંહ કરણસિંહ રાઠોડ તથા અન્ય સાહેબોનુ ગામ સમાજ મા અપમાન થાય તેમજ ઉશ્કેરવાના ઇરાદાથી ઈન્સ્ટાગ્રામ આઇડી ઉપર વિડીયો પોસ્ટ કરી ગામમા ઉશ્કેરી જનક વાતાવરણ ઉભુ કરી હુલ્લડ થાય તેવો ભય પેદા કરી ગુન્હો કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા દિગ્વિજયસિંહ કરણસિંહ રાઠોડ રહે.નવાપુરા સીતાવાડા તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા દ્રારા ગજેન્દ્રસિંહ સુરસિંહ રાઠોડ રહે.નવાપુરા સીતવાડા તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા વિરૂધ્ધ પોલીસ ફરીયાદ કરતા પ્રાંતિજ પોલીસે આઇપીસીકલમ ૧૯૨,૩૫૨ મુજબ ગુનોનોધી આગળ ની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના પીએસઆઇ જી.એલ.વાધેલા દ્રારા તપાસ હાથ ધરવામા આવી છે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!