fbpx

પ્રાંતિજ રેલ્વે ઓવરબ્રીજ ઉપર ચાર વાહનો વચ્ચે અકસ્માત થતા એક કિલોમીટર સુધી ટ્રાફિક જામ

Spread the love

પ્રાંતિજ રેલ્વે ઓવરબ્રીજ ઉપર ચાર વાહનો વચ્ચે અકસ્માત થતા એક કિલોમીટર સુધી ટ્રાફિક જામ
– ટ્રેક્ટર ચાલક , લક્ઝરી બસ અને કારમા સવાર લોકો નો આબાદ બચાવ
– પ્રાંતિજ પોલીસ દોડી આવી ટ્રાફિક દુર કર્યો


સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ પર બુધવારે રાત્રે અમદાવાદ થી હિંમતનગર નેશનલ હાઇવે-૪૮ ઉપર  ટ્રેલર, ટ્રેક્ટર, સ્વીફટ કાર અને લક્ઝરી વચ્ચે અકસ્માત સર્જાયો હતો જોકે કોઈ જાનહાની થઇ ન હતી પરંતુ વાહનોને નુકશાન થયું હતું અકસ્માત ની ઘટનાને લઈને ટ્રાફિક જામ થયો હતો જેને લઈને પ્રાંતિજ પોલીસ સ્થળ પહોચી ટ્રાફિક પૂર્વવત કરવાની કાર્યવાહી કરી હતી


પ્રાંતિજ રેલવે ઓવરબ્રીજ ઉપર ટ્રેલર જઇ રહ્યુ હતુ તે દરમ્યાન સાઇડમાંથી લકઝરી બસ અને બીજી સાઇડ માંથી સ્વીફટ પ્રસાર થતા હતા ત્યારે ટ્રેલર ઓવરબ્રીજ ઉપર ચડતા પાછુ પડતા પાછળ આવતુ ટ્રેક્ટર ટ્રેલર પાછળ ધુસી ગયુ ટ્રેલરના બંને બાજુના વાહનોને નુકશાન થયું હતું.ટ્રેલર લોખંડના સળિયા ભરી ને સુરત થી પંજાબ જતુ હતુ.જયારે પ્રાંતિજ થી ટ્રેક્ટર ઇટો ભરીને સોનાસણ ખાતે જઇ રહ્યુ હતુ.અકસ્માતને લઈ ત્રણ રસ્તા ઓવરબ્રીજ થી   કમાલપુર એક કિલોમીટર ટ્રાફિક જામ થયો હતો.જેને લઈને પ્રાંતિજ પોલીસ ઘટના સ્થળે પહોચીને ટ્રાફિક પૂર્વવત કર્યો હતો જોકે આ અકસ્માતની ઘટનામાં ટ્રેક્ટર ચાલક તથા લકઝરી બસના મુસાફરો અને સ્વીફ્ટમાં બેઠેલ તમામનો આબાદ બચાવ થયો હતો જયારે અકસ્માત મા ટ્રેક્ટર નો આગળનો ભાગ કુંચડો થઈ ગયો હતો અને અન્ય વાહનોને પણ નુકશાન થવા પામ્યું હતું

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!