પ્રાંતિજ ના પિલુદા રોડ હજુરપુરા પાસે રાત્રી ના ગમખ્વાર અકસ્માત
– અકસ્માત મા પ્રાંતિજ ના મોયદ ના બે યુવકોના ધટના સ્થળેજ કર્મકમાટી ભર્યુ મોત
– રેતી ભરેલ ડમ્પર ચાલકે બાઇક ચાલક ને ટક્કર મારતા બે ના મોત એક ને જીવલેણ ઇજાઓ પહોચી
– પિતા-પુત્ર અને કુટુંબી ભત્રીજો બાઇક ઉપર રાત્રી ના ધરે જતા હતા
– બે યુવાન ના મોત ને લઈ ને ભારે અગ્નિ જેવી સ્થિતિ
– પુત્ર અને ભત્રીજા નુ મોત નિપજ્યુ તો પિતા ને સારવાર અર્થે ખસેડવા મા આવ્યા
– રોષે ભરાયેલા ટોળાએ અન્ય ડમ્પર ટ્રકોને રોકવાનો પ્રયાસ
– ટોળાનો રોષ જોઈ અંધારામા ભાગવા જતા અન્ય ડમ્પર ચાલક ૪૦ ફુટ ઉડા કુવામા પડયો
– ૪૦ ફુટ ઉડા કુવામા પડેલ ચાલક ને પ્રાંતિજ ફાયર ટીમ દ્રારા રાત્રિના રેસ્ક્યુ કરી બહાર કાઢયો
– ઇજાગ્રસ્ત ડમ્પર ચાલક ને પ્રાંતિજ સિવિલ ખાતે સારવાર અર્થે લઈ જવામા આવ્યો
– રાત્રિના ખનીજ ની પરવાનગી ના હોવાછતાંય અધિકારીઓ ની મીલીભગત થી બેરોકટોક ડમ્પર દોડે છે



સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના પીલુદા-સાંપડ રોડ ઉપર આવેલ હજુરપુરા ગામ પાસે રાત્રી ના રેતી ભરેલ ડમ્પર ચાલકે બાઇક ચાલક ને ટક્કર મારતા બાઇક ઉપર જઇ રહેલ પિતા-પુત્ર અને કુટુંબી ભત્રીજા ને અકસ્માત નડયો હતો જેમા બે યુવકો ના ધટના સ્થળેજ કર્મકમાટી ભયુ મોત નિપજ્યુ હતુ તો પિતાને પણ જીવલેણ ઇજાઓ પોહચતા ૧૦૮ મારફતે હિંમતનગર ખાતે સારવાર અર્થે લઈ જવામા આવ્યા હતા તો અન્ય ડમ્પર ચાલક ટોળાનો રોષ જોઈ ભાગવા જતા ૪૦ ફુટ ઉડા કુવામા ખાબકયો હતો જેને ફાયર ટીમ દ્રારા રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો તો બે યુવક ના મોત ને લઈ ને ધટના સ્થળે ભારે અગ્નિ જેવી સ્થિતિ જેવા મળી હતી



પ્રાંતિજ ના પિલુદા-સાંપડ રોડ ઉપર આવેલ હજુરપુરા રોડ ઉપર રાત્રી ના સમયે પીલુદા બાજુથી રેતી ભરીને ફુલફાસ્ટ આવતા ડમ્પર નંબર-જી.જે.૦૯.એયુ. ૫૩૩૦ નો ચાલક હંકારી લાવી સામે થી આવતુ બાઇક જી.જે.૦૯.ડીપી.૦૮૭૪ ને અડફેટે લેતા રાત્રીના ધરે જઇ રહેલ પ્રાંતિજ ના મોયદ ગામના પિતા-પુત્ર અને કુટુંબી ભત્રીજા ને શરીરે જીવલેણ ઇજાઓ પોહચી હતી જેમા ગદરજી સુરેશજી ચૌહાણ તથા અર્જુનજી મંગાજી ચૌહાણ ને જીવલેણ ઈજાઓ પોહચતા બન્ને નુ ધટના સ્થળેજ કર્મકમાટી ભર્યુ મોત નિપજયુ હતુ તો મંગાજી જવાનજી ચૌહાણ ને ઇજાઓ પોહચતા તેવોને ૧૦૮ મારફતે પહેલા પ્રાંતિજ અને વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે લઇ જવામા આવ્યા હતા તો બન્ને યુવક ના મોત ને લઈ ને ધટના સ્થળ ઉપર લોકો દોડી આવ્યા હતા અને ભારે અગ્નિ જેવી સ્થિતી જોવા મળી હતી તો અકસ્માત મા પુત્ર નુ અને કુટુંબી ભત્રીજા નુ મોત નિપજયુ હતુ



તો પિતા ને સારવાર અર્થે ખસેડવા મા આવ્યા હતા અને બે યુવક ના મોત ના સમાચાર ને લઈ ને મોયદ ગામજનો પણ અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા અને રોષે ભરાયેલા ટોળાએ અન્ય ડમ્પર ટ્રકોને રોકવાનો પ્રયાસ કરતા ટોળાનો રોષ જોઈ ને અંધારા મા ભાગવાજતા અન્ય ડમ્પર ચાલક અક્ષય કુમાર મણિલાલ રણગોત ગામ ગોધવા તા જોથરી જિ.ડુંગરપુર ઉ.વર્ષ-૩૦ કે જેવો ૪૦ ફુટ ઉડા કુવા પડેલ તો કુવા મા પડેલ ચાલક ને કુવા માંથી બહાર કાઢવા પ્રાંતિજ ફાયર બ્રિગેડ ટીમ ને જાણ કરી હતી જેથી કેપ્ટન મુકેશભાઇ , ગોપાલભાઈ , અનિલભાઈ સહિત ની ટીમ રાત્રી ના ધટના સ્થળે દોડી આવી હતી અને કુવામા પડેલ ડમ્પર ચાલક ને રેસ્ક્યુ કરી બહાર કાઢયો હતો તો અકસ્માત ના સમાચાર પ્રાંતિજ પોલીસ ને મળતા પ્રાંતિજ પી.આઇ આર.આર.દેસાઇ તથા પીએસઆઇ સહિત પ્રાંતિજ પોલીસ કાફલો ધટના સ્થળે દોડી આવ્યો હતો




તો રાત્રી ના ખનીજ ની પરવાની ના હોવાછતાંય આખી રાત બેરોકટોક રેતી ભરેલ ડમ્પરો ખાન ખનીજ ના અધિકારીઓ ની મહેરબાનીથી રોડ ઉપર દોડે છે જેને લઈ ને અવરનવર આ રોડ ઉપર અકસ્માત નો સીલસીલો જોવા મળે છે ત્યારે અગાઉ પણ થોડા સમય પહેલાજ પીલુદા નજીક ડમ્પર ની ટક્કર થી રીક્ષા ચાલક ને અકસ્માત મા ઇજાઓ પોહચી હતી અને પીલુદા ના ગ્રામજનો દ્રારા રાત્રીના રેતી ભરેલ ડમ્પર ની તોડફોડ કરી ડમ્પર ને સળગાવી દેવામા આવ્યો હતો ત્યારે અવરનવર આ રોડ ઉપર રાત્રીના રેતી ભરેલ બે ફામ દોડતા ડમ્પર ચાલકો અકસ્માત સર્જી નિર્દોષોનો જીવલેતા હોય છે ત્યારે તંત્ર દ્રારા કડક કાર્યવાહી કરવામા આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે
તો ડમ્પર ચાલક અકસ્માત સર્જી બે યુવકોના મોત નિપજાવી ડમ્પર મુકી ભાગીગયો હતો ત્યારે હાલતો અકસ્માત મા ગદરજી સુરેશજી ચૌહાણ તથા અર્જુનજી મંગાજી ચૌહાણ નુ ધટના સ્થળેજ કર્મકમાટી મોત નિપજ્યુ હતુ અને મંગાજી જવાનજી ચૌહાણ ને જીવલેણ ઈજાઓ પોહચી હતી ત્રણેય રહે મોયદ રૂપાજી વાસ તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા તો પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા આ અંગેની ફરિયાદ કાકા બાબુજી ગાડાંજી ચૌહાણ દ્રારા કરતા પ્રાંતિજ પોલીસે આઇપીસીકલમ ૧૦૬(૧),૧૨૫(એ),૧૨૫(બી),૨૮૧ તથા મોટર વાહન અધિનિયમ ૧૭૭,૧૮૪,૧૩૪(બી) મુજબ ગુનોનોધી આગળની તપાસ હાથ ધરી હતી
