fbpx

વાલીઓ માટે ચેતવણી: બાળક મોઢાથી શ્વાસ લે તો આ 5 મુશ્કેલી થઈ શકે

Spread the love
વાલીઓ માટે ચેતવણી: બાળક મોઢાથી શ્વાસ લે તો આ 5 મુશ્કેલી થઈ શકે

કેટલીક વખત મોઢા દ્વારા શ્વાસ લેવું સામાન્ય લાગતું હોય, પરંતુ બાળકમાં નિયમિત મોઢા દ્વારા શ્વાસ લેવું તેમના વિકાસમાં અનેક મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. સમયસર તેની ઉપર પગલા લેવાથી તેમને ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓથી બચાવી શકે છે.

1. ચહેરા અને દાંતની સમસ્યાઓ

લાંબો ચહેરો: મોઢા દ્વારા શ્વાસ લેવાથી ચહેરાના હાડકાઓના વિકાસને અસર થાય છે.

પાછળ જતી ચિન અને વાંકા દાંત: જીભની ભૂમિકા બદલાતા ચહેરાનું બંધારણ બદલાય છે, અને ઓર્થોડોન્ટિક સારવારની જરૂર પડે છે.

 2. ઊંઘ અને વર્તન પર અસર

સ્લીપ એપ્નિયા: ઊંઘ દરમિયાન ઓક્સિજનની અછતથી આરોગ્ય પર અસર થાય છે.

થાક અને ધ્યાનની ખામી: ઊંઘની ગુણવત્તા ખરાબ હોય તો બાળક દિવસ દરમિયાન ચીડિયું અને બેધ્યાન રહે છે.

ઓવરએક્ટિવ વર્તન: ADHD જેવા લક્ષણો વધી શકે છે.

01

3. દિમાગના વિકાસ પર અસર

યાદશક્તિમાં ઘટાડો: મોઢા દ્વારા શ્વાસ લેતાં બાળકોમાં શીખવામાં મુશ્કેલી રહેતી હોય છે.

મગજના કાર્યમાં ઘટાડો: બ્રેઇન સ્કેન દ્વારા એ જાણવામાં આવ્યું છે કે મોઢા શ્વાસથી મગજના ચોક્કસ વિસ્તારોમાં પ્રવૃત્તિ ઓછી થાય છે.

4. બોલવામાં અને ગળવામાં મુશ્કેલી

ઉચ્ચારની સમસ્યા અને મોડું બોલવાનું શરૂ કરવું:  ઉચ્ચારની સમસ્યા થઇ શકે છે.

ગળવામાં તકલીફ: જીભની અયોગ્ય સ્થિતિને કારણે ભોજન યોગ્ય રીતે ગળાતું નથી.

04

5. રોગપ્રતિકારક શક્તિ અને શ્વાસના રોગો

વારંવાર ઠંડી અને શ્વાસ રોગો: મોઢા દ્વારા શ્વાસ લેતાં નાકનો કુદરતી ફિલ્ટર ફંકશન ગુમાવે છે.

એલર્જી અને દમની સમસ્યા વધી શકે: અનફિલ્ટર્ડ હવા સીધી ફેફસાં સુધી પહોંચી જાય છે.

02

 શું કરવું:

ડૉક્ટરની સલાહ લો: તમારા બાળકમાં મોઢાથી શ્વાસ લેવાની ટેવ જૂઓ તો બાળકને ડોક્ટરને બતાવો

મૂળ કારણો શોધો: એલર્જી, મૂટા ટૉન્સિલ્સ અથવા નાકના અવરોધ દૂર કરો.

નાકથી શ્વાસ લેવાની ટેવ પાડો: બાળકોને nose-breathing માટે પ્રેરણા આપો.

માયો ફંક્શનલ થેરાપી :  અ થેરાપી મોં અને ચહેરાના મસલ્સ મજબૂત બનાવે છે.

error: Content is protected !!