

ગુજરાતમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું છે કે, ગુજરાત નજીક અરબ સાગરમાં સર્જાયેલું લો- પ્રેસર આગામી એકાદ બે દિવસમાં ડિપ્રેશનમાં ફેરવાઇ જશે. જેના પગલે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને પવનની ગતિ પણ વધારે હશે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે, દાસે કહ્યું હતું કે, હાલ પૂર્વ મધ્ય અરબ સાગરમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે દે આગામી 12 કલાકમાં લો-પ્રેસર અને તેના પછીના 12 કલાક ડિપ્રેશનમાં ફેરવાશે તેવી શક્યતા છે. આને કારણે ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતના મુખ્યમંત્રીએ કંટ્રોલ રૂમ 24 કલાક અવિરત ચાલુ રાખવાની સુચના આપી છે.