fbpx

પાકિસ્તાન માટે IMFએ લોન તો મંજૂર કરી, પણ 11 એવી શરતો રાખી કે પ્રજા પર ભાર પડશે

Spread the love
પાકિસ્તાન માટે IMFએ લોન તો મંજૂર કરી, પણ 11 એવી શરતો રાખી કે પ્રજા પર ભાર પડશે

IMFએ પાકિસ્તાનને બેલ આઉટટ પ્રોગામ આપ્યો છે. બેલઆઉટનો મતલબ એ છે કે કોઇ બિઝનેસને બચાવવા માટે જે સહાય આપવામાં આવે તેને બેલઆઇટ કહેવામાં આવે. IMFએ પાકિસ્તાનને કહ્યું છે કે, આ પ્રોગામનો બીજો હપ્તો ત્યારે જ મળશે જ્યારે અમારી 11 શરતો પુરી કરશો.

IMFએ પાકિસ્તાનને એ પણ ચેતવણી આપી છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધવાથી આ પ્રોગામ પર અસર પડી શકે છે.

પાકિસ્તાને 1.76 ટ્રીલિયન રૂપિયાનું બજેટ પોતાની સંસદમા પસાર કરવું પડશે અને પાકિસ્તાનની પ્રજાને વીજળી આપવા માટે જે યુનિટ દીઠ 3.71 રૂપિયાની કેપ રાખી છે તે હટાવવા માટે કીધું છે. તેનો મતલબ એ કે હવે પાકિસ્તાની પ્રજાએ વીજળી માટે વધારે રૂપિયા ચૂકવવા પડશે. તેમનું વીજળીનું બિલ મોંઘુ થશે.

error: Content is protected !!