

જ્યારે કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો ત્યારે ભૂતપૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ આતંકવાદીઓનો બચાવ જ નહીં પણ ભારતીય સેનાને ગાળો પણ આપી હતી. હવે કેરળના લોકો એ જ આફ્રિદીનું સ્વાગત કરવા માટે ઉત્સાહમાં થનગનતા જોવા મળી રહ્યા છે. આ પછી, સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સે ભરાયા છે. થયું એવું કે દુબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં શાહિદ આફ્રિદીનું કેરળ સમુદાય દ્વારા જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં જોવા મળ્યું કે, આફ્રિદી સ્ટેજ પર પહોંચતાની સાથે જ લોકોએ બૂમ-બૂમના નારા લગાવવા લાગ્યા અને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી શાહિદ આફ્રિદીએ ભારત અને ભારતીય સેના વિશે વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. આ હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેની જવાબદારી પાકિસ્તાની સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા જૂથ TRFએ લીધી હતી. ભારતીયને આ રીતે શાહિદ આફ્રિદીનું સ્વાગત કરવા માટે ઉત્સાહભર ઉમટી પડવું દેશના લોકોને પસંદ ન આવ્યું. કાર્યક્રમ દરમિયાન શાહિદ આફ્રિદીએ સ્ટેજ પરથી એમ પણ કહ્યું કે, તેને ભારતીય રાજ્ય કેરળ અને તેનું ભોજન ખૂબ જ ગમે છે.
આ ઘટના અંગે સોશિયલ મીડિયા પર તીવ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. એક યુઝરે વીડિયો શેર કર્યો અને લખ્યું કે, આ શરમજનક વાત છે! દેશભક્તિ ક્યાં ચાલી ગઈ. બીજા યુઝરે લખ્યું કે ભારતથી આવેલા આ લોકોને આવું કરતા જોઈને દુઃખ થાય છે. ખાસ કરીને કે જ્યારે આફ્રિદીએ સેના સાથે દુર્વ્યવહાર કર્યો હતો. ઘણા લોકોએ એમ પણ પૂછ્યું કે, આયોજકોએ કોઈ ભારતીયને કેમ આમંત્રણ ન આપ્યું.

જોકે, એ ખબર નથી કે તે કયા પ્રકારનો કાર્યક્રમ હતો, જેમાં કેરળ સમુદાયે શાહિદ આફ્રિદીને આમંત્રણ આપ્યું હતું. પોતાના સ્વાગત પ્રસંગે શાહિદ આફ્રિદીએ કહ્યું કે, મને કેરળના લોકો ખૂબ ગમે છે. અમે મેદાનમાં ક્રિકેટ-ક્રિકેટ રમીએ છીએ, પણ મેદાનની બહાર આપણે એક જ માણસ છીએ.
આ ઘટનાએ ફરીથી ચર્ચા શરૂ કરી છે કે શું કોઈ ખેલાડીનું ફેન ફોલોઈંગ દેશની લાગણીઓથી ઉપર હોઈ શકે છે? સોશિયલ મીડિયા પર તમામ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. બીજા યુઝરે લખ્યું કે, મને શંકા છે કે તે કાર્યક્રમમાં કેવા કેવા લોકો હાજર રહ્યા હશે. એક યુઝરે લખ્યું કે, એવું લાગે છે કે આ લોકોને પોતાના દેશ પ્રત્યે પ્રેમ નથી.

આફ્રિદીના નિવેદન પછી ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. કેટલાક લોકોએ કહ્યું કે, શાહિદ આફ્રિદીનું સ્વાગત કરવું એ દેશ માટે પોતાનો જીવ આપનારા શહીદોનું અપમાન છે. જ્યારે, કેટલાક લોકોએ કહ્યું કે, રમતગમત અને રાજકારણને અલગ રાખવા જોઈએ. આ ઘટનાએ ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ઉજાગર કર્યો છે. બંને દેશો વચ્ચેના સંબંધો પહેલાથી જ ખરાબ છે અને આવી ઘટનાઓ તેમને વધુ ખરાબ બનાવે છે.