

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે, કારણકે આ બેઠક પર 18 વર્ષથી ભાજપ જીતી શક્યું નથી. ગુજરાત વિધાનસભા 2022માં જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં જોડાયા ત્યારે તેમને ટિકીટનું વચન અપાયું હતું, તેવી જ રીતે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા હર્ષદ રિબડીયા પણ આ વખતની ચૂંટણીના દાવેદાર હતા.
રાજકારણના જાણકારોના કહેવા મુજબ ભાજપે ક્લીયર કટ મેસેજ આપ્યો છે કે જુના ભાજપના લોકોને જ ટિકીટ મળશે. તાજેતરમાં ભાજપમાં ભારે આંતરીક અસંતોષ ઉભો થયો હતો કે આયાતી ઉમેદવારોને વધારે મહત્ત્વ મળી રહ્યું છે. આ અસંતોષ દુર કરવા માટે કિરીટ પટેલને ટિકીટ આપવામાં આવી છે. કિરિટ પટેલ શરૂઆતથી ભાજપ સાથે જોડાયેલા છે.