
1.jpg?w=1110&ssl=1)
અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો હતો હવે 498 દિવસ પછી 5 જૂન, ગુરુવારે ગર્ભગૃહની ઉપર પહેલા માળે રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો હતો. કાશીના પુજારી જયપ્રકાશ ત્રિપાઠીએ 101 પંડિતોની સાથે મંત્રોચ્ચાર કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરી.

જ્યારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઇ હતી ત્યારે સુરતના જાણીતા ડાયમંડ ઉદ્યોગકાર અને ગ્રીન લેબ ડાયમંડ કંપનીના માલિક મુકેશ પટેલે 11 કરોડ રૂપિયાનો મુકુટ દાનમાં આપ્યો હતો.ફરી એકવાર મુકેશ પટેલે રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠામાં પણ કરોડો રૂપિયાની જ્વેલરી દાનમાં આપી છે. જેમાં 1000 કેરેટ ડાયમંડ, 400 ગ્રામ સોનું જડવામાં આવ્યું છે.ડાયમંડ D કલર અને IF ક્વોલીટીના લેબગ્રોન ડાયમંડ છે, જે સૌથી પ્યોર ડાયમંડ માનવામાં આવે છે. તમામ જ્વેલરી સુરતના બાલક્રિષ્ણ જ્વેલર્સ દ્વારા તૈયાર કરવામાં આવી હતી.