

દિવાળીમાં પોતાના કર્મચારીઓને કાર ભેટ આપવા માટે જાણીતી બનેલી હરિ ક્રિષ્ણા ડાયમંડ કંપનીએ હવે પોતાના કર્મચારીઓ માટે નવી યોજના બનાવી છે. હરિ ક્રિષ્ણા ડાયમંડ કંપનીના સ્થાપક પદ્મશ્રી સવજી ધોળકીયાએ કર્મચારીઓને પ્રોત્સાહન મળે અને પર્યાવરણની જાળવણી પણ થાય તેના માટે એક યોજના બનાવી છે.
કંપનીએ 1 લાખ વૃક્ષો વાવવાનો ટાર્ગેટ રાખ્યો છે અને તેના માટે 10 કરોડ રૂપિયાનું ફંડ ફાળવવામાં આવ્યું છે. કંપનીના કર્મચારીઓ પોતાની જગ્યામાં 1 વૃક્ષ વાવશે તો તેને 1000 રૂપિયા મળશે. કર્મચારી કોઇ પણ વૃક્ષ વાવી શકશે, ફુટ્ના વૃક્ષો પણ વાવી શકશે અને વૃક્ષો વાવવાની કોઇ મર્યાદા નથી.
જો કે વૃક્ષ વાવવા પછી તરત પૈસા નહીં મળશે, 3 વર્ષ સુધી વૃક્ષની જાળવણી કરી હોય એ પછી કર્મચારીઓને પૈસા મળશે.