fbpx

ચીન USમાં આ શું કાવતરું કરી રહ્યું છે? પહેલા ખેતરનો પાક, હવે મનુષ્યોને બીમાર બનાવતા પરોપજીવી જંતુ

Spread the love
ચીન USમાં આ શું કાવતરું કરી રહ્યું છે? પહેલા ખેતરનો પાક, હવે મનુષ્યોને બીમાર બનાવતા પરોપજીવી જંતુ

અમેરિકામાં ચીનથી જૈવિક સામગ્રીની દાણચોરીના કિસ્સાઓએ હલચલ મચાવી દીધી છે. થોડા દિવસો પહેલા, બે ચીની નાગરિકોને જૈવિક સામગ્રીની દાણચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને હવે વધુ એક ચીની મહિલા સંશોધકને રાઉન્ડવોર્મ્સની દાણચોરી કરવા બદલ પકડવામાં આવી છે. રાઉન્ડવોર્મ્સ પાતળા, નળી આકારના પરોપજીવી હોય છે. US સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, સૂક્ષ્મથી લઈને કેટલાક ઇંચ લાંબા આ કીડા, મનુષ્યો અને પ્રાણીઓના આંતરડા અથવા પેશીઓમાં ગંભીર ચેપનું કારણ બની શકે છે.

ચીની સંશોધકની ધરપકડ એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં આ પ્રકારનો બીજો કેસ છે. વુહાન સ્થિત હુઆઝોંગ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (HUST)માં PHD ઉમેદવાર હાન ચેંગક્સુઆન પર ચીનથી મિશિગન યુનિવર્સિટીની પ્રયોગશાળામાં જૈવિક સામગ્રીથી ભરેલા ચાર પેકેટ મોકલવાનો અને તેના વિશે ફેડરલ એજન્ટોને ખોટું બોલવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

ચીની સંશોધકની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા ગયા મંગળવારે અગાઉ, ચીની વૈજ્ઞાનિક યુનકિંગ જિયાન અને તેના બોયફ્રેન્ડ જુન્યોંગ લિયુ સામે આરોપો દાખલ કરવામાં આવ્યા હતા. આ બંને ચીની નાગરિકો મિશિગન યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે અને તેમના પર કથિત રીતે પાકના જંતુઓની દાણચોરી કરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે, જે USમાં ખેતીને મોટા પાયે નુકસાન પહોંચાડી શકે છે.

Chinese Researcher, Roundworm

US જસ્ટિસ ડિપાર્ટમેન્ટના એક નિવેદન અનુસાર, રવિવારે J1 વિઝા પર ડેટ્રોઇટ મેટ્રોપોલિટન એરપોર્ટ પર ઉતરાણ કર્યા પછી કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન અધિકારીઓ દ્વારા હાનને અટકાવવામાં આવી હતી.

હાને અધિકારીઓને ખોટા નિવેદનો આપ્યા હોવાનો આરોપ છે અને પછી અંતે FBI સમક્ષ સ્વીકાર્યું હતું કે તેણે ગયા વર્ષે અને આ વર્ષની શરૂઆતમાં પેકેટો મોકલ્યા હતા, જેમાં ‘ગોળ કીડા સંબંધિત જૈવિક સામગ્રી’ હતી. નિવેદન અનુસાર, તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, હાનના ફોન ડેટા US આવવાના ત્રણ દિવસ પહેલા જ ડિલીટ કરવામાં આવ્યા હતા.

બે ચીની નાગરિકોને પહેલા પાકને નુકસાન પહોંચાડતી ફૂગ સાથે ધરપકડ કરવામાં આવી હતી અને હવે એક ચીની સંશોધકની માણસો અને પ્રાણીઓને બીમાર બનાવતા રાઉન્ડ કીડાઓની દાણચોરીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. US અધિકારીઓ આવી દાણચોરી અંગે સતર્ક બન્યા છે અને તેના પર નજીકથી નજર રાખી રહ્યા છે.

Chinese Researcher, Roundworm

અમેરિકાના કાર્યકારી એટર્ની જેરોમ ગોર્જેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘ચીનના વુહાનમાં યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાંથી જૈવિક સામગ્રીની કથિત દાણચોરી, જેનો ઉપયોગ મિશિગન યુનિવર્સિટીની લેબમાં કરવા માટે કરવામાં આવ્યો હતો, તે એક ખતરનાક પેટર્નનો ભાગ છે જે આપણી સુરક્ષાને જોખમમાં મૂકે છે.’

એવું કહેવામાં આવી રહ્યું છે કે, હાન ચેંગક્સુઆન એક વર્ષ માટે મિશિગન યુનિવર્સિટીના એક પ્રોજેક્ટ પર કામ કરવા જઈ રહી હતી.

US ગુપ્તચર એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) અનુસાર, હાનના શિપમેન્ટ ગયા વર્ષે અને આ વર્ષની શરૂઆતમાં પકડાયા હતા. તેણે એક શિપમેન્ટ એક પુસ્તકમાં છુપાવીને મોકલ્યું હતું. શિપમેન્ટમાં સમાવિષ્ટ એક ખાસ પ્રકારના જંતુઓ મોકલવા માટે સરકારી પરવાનગીની જરૂર છે. ચીની સંશોધક હાલમાં કસ્ટડીમાં છે અને તેની જામીન સુનાવણી બુધવારે થવાની છે.

Chinese Researcher, Roundworm

વોશિંગ્ટન સ્થિત થિંક ટેન્ક, ક્વિન્સી ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસ્પોન્સિબલ સ્ટેટક્રાફ્ટના બિન-નિવાસી ફેલો ડેનિસ સિમોને જણાવ્યું હતું કે, અમેરિકામાં રાઉન્ડવોર્મ્સ લાવવા પાછળ હાનનો હેતુ કંઈ પણ હોઈ શકે છે. કદાચ તે ભૂલથી જંતુઓ લાવી હતી. કદાચ તેને ડર હતો કે, જો તે ખુલ્લેઆમ નમૂનાઓ અમેરિકા લાવશે, તો તેને વધારાની તપાસનો સામનો કરવો પડશે, તેના વિઝામાં વિલંબ થઈ શકે છે અથવા પ્રોજેક્ટ રદ થઈ શકે છે, ખાસ કરીને અમેરિકા-ચીન તણાવને ધ્યાનમાં રાખીને.

આ અગાઉ, US અધિકારીઓએ પાકને નુકસાન પહોંચાડતા ખૂબ જ ખતરનાક જંતુની દાણચોરીના આરોપસર બે ચીની નાગરિકો યુનકિંગ જિયાન અને જુન્યોંગ લિયુની ધરપકડ કરી હતી. બંને ચીની નાગરિકોની કાવતરું ઘડવા, અમેરિકામાં દાણચોરી, ખોટા નિવેદનો આપવા અને વિઝા છેતરપિંડીના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.

ગયા મંગળવારે US જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પડાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બંને ચીની નાગરિકોએ ‘ફ્યુઝેરિયમ ગ્રામીનેરમ’ નામની જંતુ ફૂગની અમેરિકામાં દાણચોરી કરી હતી, જેને વૈજ્ઞાનિકો કૃષિ આતંકવાદનું શસ્ત્ર કહે છે.

ફ્યુઝેરિયમ ગ્રામીનેરમ એક હાનિકારક ફૂગ છે, જે ઘઉં, જવ, ઓટ્સ અને મકાઈ જેવા અનાજ પાકોને ચેપ લગાડે છે. તે પાકમાં ફ્યુઝેરિયમ હેડ બ્લાઈટ (FHB) અથવા ‘સ્કેબ’ નામનો રોગ પેદા કરે છે. જો આ રોગ પાકને અસર કરે છે, તો અનાજની ગુણવત્તા બગડે છે અને પાક માનવ કે પ્રાણી વપરાશ માટે યોગ્ય રહેતો નથી.

હાનની ધરપકડ એવા સમયે થઈ છે, જ્યારે એક દિવસ પહેલા શિકાગોમાં ચીની કોન્સ્યુલેટે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે, તે જિયાન અને લિયુ સામેના આરોપો વિશે US અધિકારીઓ પાસેથી માહિતી માંગી રહ્યું છે. દૂતાવાસે એમ પણ કહ્યું હતું કે, ધરપકડ અંગે US અધિકારીઓ સમક્ષ સખત વાંધો ઉઠાવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, US અધિકારીઓ દ્વારા નવી ધરપકડ US-ચીન સંબંધોને વધુ ખરાબ કરી શકે છે.

error: Content is protected !!