fbpx

લંડન જતું પ્લેન અમદાવાદમાં ક્રેશ, 242 મુસાફરો સવાર હતા, CM વિજય રૂપાણી પણ હતા પ્લેનમાં

Spread the love
લંડન જતું પ્લેન અમદાવાદમાં ક્રેશ, 242 મુસાફરો સવાર હતા, CM વિજય રૂપાણી પણ હતા પ્લેનમાં

અમદાવાદમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે, જ્યાં લંડન જતી એક ફ્લાઇટ ક્રેશ થઈ જતા દોડાદોડી થઈ ગઈ છે. અમદાવાદથી લંડન જવા માટે ટેક ઓફ સમયે આ ફ્લાઇટ મેઘાણીનગરના એક કમ્પાઉન્ડની બીલ્ડિંગ સાથે ટકરાય ગઈ હતી અને ક્રેશ થઈ ગઈ હતી. ચારેબાજુ અત્યારે તો ધૂમાડાના ગોટેગોટા દેખાય રહ્યા છે.

પ્લેનમાં 242 લોકો સવાર હોવાની માહિતી સામે આવી છે. અમિત શાહે CM ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી હતી અને CM તાત્કાલિક સુરતથી અમદાવાદ જવા માટે રવાના થઈ ગયા છે. આ વિમાનમાં રાજ્યના પૂર્વ CM વિજય રૂપાણી હોવાની પણ માહિતી મળી રહી છે.

આજુ બાજુની ઈમારતમાં ભારે નુકસાન થયું છે. હર્ષ સંઘવી સહિત ગુજરાતના નેતાઓ અમદાવાદ જવા માટે રવાના થઈ ગયા છે. એર ઈન્ડિયાએ પણ પોસ્ટ કરીને લખ્યું છે કે, ફ્લાઇટ AI171 ફ્લાઇટમાં દુર્ઘટના બની છે.

એરપોર્ટથી મેઘાણીનગરનું અંતર લગભગ 15 કિલોમીટર છે. અકસ્માત બાદ તરત જ 7 ફાયર બ્રિગેડ વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ ઓલવવાનું કામ શરૂ કર્યું હતું. વિમાન દુર્ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં અકસ્માત સ્થળ પરથી ધુમાડાના કાળા વાદળ આકાશમાં ઉડતા જોવા મળી રહ્યા છે. ઘટનાસ્થળે ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ તૈનાત કરવામાં આવી છે. અધિકારીઓએ હજુ સુધી અકસ્માતનું કારણ પુષ્ટિ આપી નથી. મેઘાણીનગર વિસ્તાર નજીક ધારપુરમાંથી ભારે ધુમાડો દેખાઈ રહ્યો છે. BSF અને NDRF ટીમોને અકસ્માત સ્થળે મોકલવામાં આવી છે. ક્રેશ થયેલ વિમાન બોઇંગનું 787 ડ્રીમલાઇનર હોવાનું કહેવાય છે, જે 11 વર્ષ જૂનું હતું.

error: Content is protected !!