fbpx

શું એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના માટે બોઇંગ જવાબદાર છે?

Spread the love
શું એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના માટે બોઇંગ જવાબદાર છે?

અમદાવાદ એરપોર્ટ પરથી 12 જૂને એર ઇન્ડિયાના વિમાને ટેક ઓફ કર્યું અને લગભગ 2 જ મિનિટમાં વિમાન દુર્ઘટનાનો શિકાર બની ગયું. વિમાન ક્રેશ થયા પછી તેના કારણોની ચર્ચા ચાલી રહી છે.

ન્યુયોર્ક ટાઇમ્સમાં 2024માં બોઇંગ કંપનીના એન્જિનિયર સેમ સાલેપુરનો એક રિપોર્ટ પ્રસિદ્ધ થયો હતો. સેમએ અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ને ફરિયાદ કરી હતી કે 787 ડ્રીમ લાઇનર વિમાન બનાવવામાં શોર્ટકટ અપનાવવામાં આવ્યો હતો. જેને કારણે વિમાનની લાઇફમાં ઘટાડો થઇ શકે અને કોઇક મોટી દુર્ઘટના થઇ શકે છે. એર ઇન્ડિયાનું જે વિમાન ક્રેશ થયું તે અમેરિકાની બોઇંગ કંપનીએ જ બનાવ્યું હતું. એટલે એવા સવાલો ઉઠી રહ્યા છે કે શું એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં બોઇંગ જવાબદાર છે?

error: Content is protected !!