
12.jpg?w=1110&ssl=1)
ગુજરાત ગૌણ સેવા પરિષદ મંડળ દ્વારા 2389 તલાટીઓની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 10 જૂન હતી. 2389 પદ માટે કુલ 4.50 લાખ ઉમેદવારોએ અરજી કરી. જેમાં ડબલ ગ્રેજ્યુએટ, MBA કરનારા યુવાનોએ પણ ફોર્મ ભર્યા છે.
ગુજરાત સરકારે છેલ્લે 2016માં 2800 તલાટીઓની ભરતી કરી હતી એ પછી 9 વર્ષ પછી ફરી 2389 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. આટલી બધી અરજી બતાવે છે કે ગુજરાતમાં બેરોજગારી કેટલી મોટા પાય પર છે.
બીજી તરફ મોરબીમાં રેવેન્યુ બાર એસોસિયેશન DDOને આવેદન પત્ર આપ્યું છે કે તલાટી કમ મંત્રીઓ સરકારી પગાર લેવા ઉપરાંત ખાનગી ઓફિસ રાખીને મોટી કમાણી કરે છે.