
15.jpg?w=1110&ssl=1)
ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા આખરે ગુજરાત સરકારે રત્નકલાકારો માટે સહાય પેકેજની જાહેરાત કરી. સરકારે GR બહાર પાડ્યાને લગભગ 20 દિવસ થઇ ગયા, પરંતુ એક પણ રત્નકલાકારે ફી માટે કન્ફર્મ આવેદન કર્યું હોય એવું સામે આવ્યું નથી.
રત્નકલાકાર બેરોજગાર છે એવુ કન્ફર્મેશન આપવા 3 સંસ્થાઓને પરવાનગી આપવામાં આવી છે. શ્રમ કચેરી, રોજગાર કચેરી અને સુરત ડાયમંડ એસોસિયેશન. શ્રમ કચેરીમાં એક પણ રત્નકલકાર નોંધાયેલો નથી, રોજગાર કચેરીમાં 179 રત્નકલાકાર નોંધાયેલા છે એટલે બધો દરોમદાર સુરત ડાયમંડ એસોસિયેશન પર છે.
સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ જગદીશ ખુંટે કહ્યું કે, છેલ્લાં 2 દિવસમાં 50 જેટલા રત્નકલાકારો અરજી લઇને આવ્યા હતા.લાખો રત્નકલાકારો બેરાજગાર બન્યાની વાત હતી.