

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ ઓછું નથી થયું, બલ્કે વધી ગયું છે. બિહારથી દહેજનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે દહેજમાં બંગલો, ઘર, ગાડી, મોટર સાયકલ, સોના-ચાંદી કે રોકડની માંગ કરવામાં આવે છે, પરંતુ બિહારની મહિલાના સાસરિયાઓએ મહિલાની કિડની દહેજમાં માંગી છે.
મુઝફ્ફરનગર મહિલા પોલીસ સ્ટેશનમાં બિહારની એક પરણીત મહિલાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં કહેવાયું છે કે, 2021માં મારા લગ્ન એક યુવક સાથે થયા હતા, શરૂઆતમાં બધું સારું હતું, પરંતુ થોડા મહિનાઓ પછી સાસરીયાઓએ રંગ બદલ્યો હતો. મારા પતિની એક કિડની નથી એ વાતની મને 2 વર્ષ પછી ખબર પડી અને સાસરીયાઓ હવે મારી કિડની દાનમાં આપવા માટે પ્રેસર કરી રહ્યા છે.