fbpx

સામાન્ય ખેડૂત પરિવારની દીકરી ISROમાં વૈજ્ઞાનિક બની, ક્લાયમેટ ચેન્જ પર સંશોધન કરશે

Spread the love
સામાન્ય ખેડૂત પરિવારની દીકરી ISROમાં વૈજ્ઞાનિક બની, ક્લાયમેટ ચેન્જ પર સંશોધન કરશે

મુળ હરિયાણાના ઝજ્જરની દીકરી અને દક્ષિણ ગુજરાતમાં આવેલી નવસારી કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી યુવતી પ્રીતિ વત્સની ISROમાં સાયન્ટિસ્ટ તરીકે નિમણુંક થઇ છે. પ્રીતિ અમદાવાદમાં સેવા આપશે અને ક્લાયમેટ ચેન્જ અને રિમોટ સેન્સીંગથી ફોરેસ્ટી પર સંશોધન કરશે.

પ્રીતિની સ્ટોરી સંઘર્ષથી ભરેલી છે. સાવ સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે અને ફી ભરવાના પણ પૈસા નહોતા, પરંતુ સ્કોલરશીપ મેળવીને પ્રીતિ આગળ વધી. પ્રીતિએ કોલેજ ઓફ ફોરેસ્ટી નવસારી કૃષિ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થઇ. MCS કરવા માટે કેરળ ગઇ અને ત્યાંથી માસ્ટર્સ ડીગ્રી મેળવીને ફરી નવસારી કૃષિ યુનિવર્સિટીમાં આવીને Ph.d શરૂ કર્યું છે. આ દરમિયાન તેણે હૈદ્રાબાદમાં નેશનલ રિમોટ સેન્સીંગ દ્વારા લેવાયેલી પરીક્ષા આપી અને ઇન્ટરવ્યૂમાં પણ પાસ થઇ. હવે  ISROની વૈજ્ઞાનિક બની ગઇ છે.

error: Content is protected !!