fbpx

રવિચંદ્રન અશ્વિન પર બૉલ ટેંપરિંગનો આરોપ ફગાવાયો, TNPLએ આપી ક્લીન ચિટ

Spread the love
રવિચંદ્રન અશ્વિન પર બૉલ ટેંપરિંગનો આરોપ ફગાવાયો, TNPLએ આપી ક્લીન ચિટ

પૂર્વ ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને તામિલનાડુ પ્રીમિયર લીગ (TNPL)એ બૉલ સાથે છેડછાડના આરોપોને ક્લીન ચિટ આપી દીધી છે. એવો આરોપ છે કે મદુરાઈ પેન્થર્સ ફ્રેન્ચાઇઝીએ અશ્વિન અને તેની ટીમ ડિંડીગુલ ડ્રેગન્સ પર લગાવવામાં આવ્યા હતા. 14 જૂને સાલેમમાં રમાયેલી મેચ દરમિયાન મદુરાઇની ટીમે ફરિયાદ કરી હતી કે ડિંડી ગુલ ડ્રેગન્સે બૉલને ખરાબ કરવા માટે રસાયણિક કોટેડ ટુવાલનો ઉપયોગ કર્યો, જેનાથી બેટ્સમેનોને રમવામાં પરેશાની થઈ.

શું હતા આરોપ

મદુરાઈ પેન્થર્સના કોચ શિજીત ચંદ્રને પોતાની ફરિયાદમાં લખ્યું છે કે, ‘અમારી ઇનિંગ દરમિયાન બૉલની સ્થિતિ ખૂબ જ ઝડપથી ખરાબ થઈ ગઈ, જેના કારણે બેટ્સમેનોના પ્રદર્શન પર અસર પડી. પાવરપ્લે બાદ, દરેક શૉટ એવા લાગતા હતા કે બેટ્સમેન ક્રિકેટ બૉલ નહીં, પરંતુ પથ્થર પર પ્રહાર કરી રહ્યા હોય. અમને લાગે છે કે ડિંડીગુલ ટીમે બૉલની સ્થિતિ બદલવા માટે એક ટૂવાલનો ઉપયોગ કર્યો, જેમાં પહેલાથી જ રફનિંગ એજન્ટ લાગેલું હતું. આ રમતની ભાવના વિરુદ્ધ છે અને છેતરપિંડી સમાન છે.’

Ashwin1

TNPLએ શું કહ્યું?

આ મામલાની સમીક્ષા કર્યા બાદ, TNPLના CEO પ્રસન્ના કન્નને કહ્યું કે બૉલ ટેમ્પરિંગના કોઈ પુરાવા મળ્યા નથી. તેમણે સ્પષ્ટતા કરી કે જે ટૂવાલ ઉપયોગમાં થયો તે તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન (TNCA) દ્વારા બધી ટીમોને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા અને મેચ દરમિયાન અમ્પાયરો અને મેચ રેફરીઓએ બૉલ પર પૂરી નજર રાખી હતી. મેચ દરમિયાન કોઈ આપત્તિ ઉઠાવવામાં આવી નહોતી અને ન તો કોઈ સીધો પુરાવો મળ્યો છે. લગાવવામાં આવેલા આરોપો અટકળો પર આધારિત અને મેચ પછીના છે. જો મદુરાઈ ફ્રેન્ચાઇઝી પાસે કોઈ પુરાવા (વીડિયો, તસવીર અથવા સાક્ષીઓ) હોય, તો તેઓ 17 જૂનના રોજ બપોરે 3:00 વાગ્યા સુધીમાં સ્વતંત્ર તપાસ આયોગની માગ કરી શકે છે.

ESPNcricinfoના રિપોર્ટ અનુસાર, મદુરાઈ ફ્રેન્ચાઇઝીએ મેચ સમાપ્ત થયાના 24 કલાક બાદ પોતાની ફરિયાદ નોંધાવી હતી, જ્યારે TNCAના નિયમો અનુસાર, ફરિયાદ 24 કલાકની અંદર દાખલ કરવી જોઈએ. સાથે જ, ફરિયાદ TNCAના માનદ સચિવને મોકલવામાં આવી નહોતી, જે પ્રક્રિયાનું ઉલ્લંઘન છે. જો કે, પારદર્શિતા અને નિષ્પક્ષતા બનાવી રાખવા માટે, TNPLએ ફરિયાદ સ્વીકારીને તેની તપાસ કરી.

Ashwin

મેચમાં અશ્વિનનું પ્રદર્શન

આ મેચમાં, મદુરાઈ પેન્થર્સે પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 150 રન બનાવ્યા હતા. તો, અશ્વિને ડિંડીગુલ માટે 4 ઓવરમાં 27 રન આપ્યા. બેટિંગમાં અશ્વિને 29 બૉલમાં 49 રનની આક્રમક ઇનિંગ રમી. અશ્વિનના જોડીદાર શિવમ સિંહે 41 બૉલમાં 86 રન બનાવ્યા અને ટીમે 12.3 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

તમને જણાવી દઈએ કે, આ અગાઉ, 6 જૂને એક મેચ દરમિયાન અમ્પાયરના નિર્ણય સાથે અસહમતિ વ્યક્ત કરવાને કારણે અશ્વિન પર ફીસનો 30 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત અશ્વિને તાજેતરમાં જ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધી હતી. તે IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમ્યો હતો, પરંતુ તેનું પ્રદર્શન સારું રહ્યું નહોતું.

error: Content is protected !!