fbpx

પ્રાંતિજ ખાતે ૨૧ મી જૂન ૧૧ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમ યોજાયો

Spread the love

પ્રાંતિજ ખાતે ૨૧ મી જૂન ૧૧ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમ યોજાયો
– ભારતીય જનતા પાર્ટી પ્રાંતિજ શહેર મંડલ તથા નગરપાલિકા દ્રારા યોગ દિવસ ની ઉજવણી કરવામા આવી
– પ્રાંતિજમામલતદાર ,નગર પાલિકા પ્રમુખ , કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા
         


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પણ ભારતીય જનતા પાર્ટી પ્રાંતિજ શહેર મંડલ તથા પ્રાંતિજ નગર પાલિકા દ્રારા વિશ્વ યોગ દિવસ ને લઈ ને ઉજવણી કરવામા આવી હતી જેમા પ્રાંતિજ મામલતદાર , નગરપાલિકા પ્રમુખ સહિત નગરપાલિકા કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા


  પ્રાંતિજ ખાતે ૨૧ મી જૂન આગિયાર મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ને લઈ ને ભારતીય જનતા પાર્ટી પ્રાંતિજ-શહેર મંડલ તથા પ્રાંતિજ નગર પાલિકા દ્રારા વિશ્વ યોગ દિવસ નિમિત્તે શેઠ.પી.એન્ડ આર હાઈસ્કૂલ ખાતે આવેલ મેદાન માં યોગ કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યુ હતુ જેમા પ્રાંતિજ મામલતદાર જે.જી.ડાભી , પ્રાંતિજ નગરપાલિકા પ્રમુખ અનિતાબેન જિગ્નેશભાઇ પંડયા ,  નગરપાલિકા કોર્પોરેટર રસીદ ભાઇ સુમરા સહિત નગરપાલિકા કોર્પોરેટર સહિત નગરપાલિકા સ્ટાફ , શાળા ના શિક્ષકો તથા વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ યોગ દિવસ ને લઈ ને ઉપસ્થિત રહીને તમામે-તમામ લોકોએ યોગ ભગાડે રોગ ના સુત્ર સાથે યોગ કરી વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામા આવી હતી

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!