
પ્રાંતિજ સહિત તાલુકા મા ચોમાસાનો વિધિવત પ્રારંભ
– સવારથીજ વરસાદી માહોલ જામતા બપોર સુધી એક ઇંચ વરસાદ ખાબકયો
– ખેતી લાયક વરસાદ પડતા ધરતી પુત્રો મા ખુશીનો માહોલ
– વરસાદ ને લઈ ને નગરજનો ને અસહ્ય ગરમી ઉકળાટ મા રાહત થઈ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ સહિત તાલુકા મા વિધિવત વરસાદ નો પ્રારંભ થતા નગરજનો સહિત ધરતીપુત્રો મા ખુશીનો માહોલ જોવા મલ્યો હતો








પ્રાંતિજ સહિત તાલુકા મા શનિવાર સવાર થીજ મેધરાજાએ ધીમીધારે વરસાદી ઝાપટા ચાલુ થતા પ્રાંતિજ સહિત તાલુકા મા વિધિવત ચોમાસા ની શરૂઆત થઈ ગઈ છે અને સવારથી પડી રહેલ વરસાદ થી પ્રાંતિજ ના અનેક નિચાણવાળા વિસ્તારોમા પાણી ભરાયા હતા જેમા ભાંખરીયા હનુમાન મંદિર મા વરસાદી પાણી ધુસ્યા હતા તો માતૃછાયા સોસાયટી આગળ પણ પાણી ભરાયુ હતુ અને એપ્રોચરોડ ઉપર આવેલ ગુરૂદ્રાર મંદિર આગળ પણ રોડ ઉપર પાણી ભરાયુ હતુ તો પ્રાંતિજ સબજેલ આગળ પણ પાણી ભરાતા ત્યાથી અવરજવર કરતા લોકો ને હાલાકી પડી હતી તો પ્રથમ વરસાદ માજ પ્રાંતિજ પાલિકા ની પ્રિમોન્સુગ ની કામગીરી ની પોલ ખોલી દીધી હતી અને પાણી ભરાવવાનો સીલસીલો યથાવત જોવા મલ્યો હતો તો સવારથી પડી રહેલ વરસાદ થી જનજીવન ઉપર અસર જોવા મલી હતી તો છેલ્લા ચાર દિવસ થી પડી રહેલ અસહ્ય ગરમી-ઉકળાટ વચ્ચે વરસાદ પડતા વાતાવરણ મા ઠંડક પ્રસરી જતા નગરજનો મા ખુશી નો માહોલ જોવા મલ્યો હતો વરસાદ ને લઈ ને ધરતી પુત્રો મા પણ ખુશી જોવા મલી હતી તો બપોર સુધી મા એક ઇંચ જેટલો વરસાદ પડયો હતો
જીલ રાવલ સાબરકાંઠા