fbpx

પ્રાંતિજ સહિત તાલુકા મા ડાગર પકવતા ખેડૂતોએ ડાગર ની રોપાણી માટે ખેતરો તૈયાર કર્યા

Spread the love

પ્રાંતિજ સહિત તાલુકા મા ડાગર પકવતા ખેડૂતોએ ડાગર ની રોપાણી માટે ખેતરો તૈયાર કર્યા
– ડાગર નો ધરૂ તૈયાર થતા દશ દિવસ મા ડાગર ની રોપણી  કરવામા આવશે
– ડાગર ની ખેતી માટે ખેતરોમા ગદરામણ કરી ખેતરો તૈયાર કર્યા
– પ્રાંતિજ સહિત તાલુકા મા ડાગર ની ખેતી સાથે શાકભાજી મા કોબીજ-ફુલાવર ની ખેતી થાય છે
                 


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ સહિત તાલુકા મા સારા વરસાદ ની આશા એ ધરતી પુત્રો દ્રારા ડાગર ની ખેતી માટે ખેતરો તૈયાર કરી ચોમાસુ ખેતી ડાગર પકવતા ખેડૂતોએ ખેતી ના શ્રી ગણેશ કર્યા


  પ્રાંતિજ સહિત તાલુકા મા મોટાભાગે ખેતી મા શાકભાજી મા કોબીજ-ફુલાવર તથા ચોમાસા મા ડાગર ની ની ખેતી થાય છે જેમા ચોમાસુ બેસી જતા સારા વરસાદ ની આશા એ ધરતી પુત્રો દ્રારા ખેતરો મા ડાગર ના પાક માટે બોર -કુવા ના પાણી દ્રારા ખેતરોમા સેન વાવી તેમા ડાગર ની રોપણી પહેલા ગદરામણ કરવામા આવે છે તે ગદરામણ ચાલુ કરી ખેતરો તૈયાર કરવામા આવી રહ્યા છે અને ડાગર નો ધરૂ પણ ધરૂ વાડીયા બનાવી તૈયાર કરવામા આવે છે તે ધરૂ પણ તૈયાર થઈ ગયો છે અને સાત થી દશ દિવસ મા રોપવા લાયક થઈ જશે અને વરસાદ પડતા કે બોર-કુવા ના પાણી થી ખેતરમા રોપણી કરવામા આવશે તો કોબીજ-ફુલાવર ની ખેતી કરતા ખેડૂતો દ્રારા પણ ખેતરો મા ધરૂ વાડીયા તૈયાર કરી ધરૂ તૈયાર થતા રોપણી કરવામા આવશે અને ધરતીપુત્રો દ્રારા સારી ખેતીની આશા સેવી રહ્યા છે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!