
પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તાલુકા ખેત ઉત્પાદક સહકારી મંડળીની ત્રીજી સાધારણ સભા યોજાઇ
– ચેરમેન, વાઇસ ચેરમેન સહિત સભાસદ ઉપસ્થિત રહ્યા હતા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે તાલુકા ખેત ઉત્પાદક સહકારી મંડળી ની ત્રીજી સાધારણ સભા યોજાઈ







પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તાર મા આવેલ પટેલ સમાજ ની વાડી ખાતે પ્રાંતિજ તાલુકા ખેત ઉત્પાદક સહકારી મંડળી ની ત્રીજી સાધારણ સભા તારીખ ૨૧|૬|૨૦૨૫ ને શનિવાર ના રોજ યોજાઇ હતી જેમા ઉપસ્થિત મહાનુભાવોનુ સ્વાગત સન્માન કરવામા આવ્યુ હતુ અને હિસાબો નુ વાંનચન પણ કર્યુ હતુ તો સભામા કામોનુ સર્વાનુમતે મંજુર કરવામા આવ્યા હતા તો ૪૦૦ સભાસદો ધરાવતી આ મંડળી માંથી મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા તો આ પ્રસંગે ખેડૂતો ને ગ્રીફટ આપીને સન્માનિત કર્યા હતા તો મંડળી ના ચેરમેન જીતેન્દ્ર કુમાર ચીમનભાઇ પટેલ , વાઇસ ચેરમેન કલ્પેશભાઈ જયંતિલાલ પટેલ , મંડળી ના મેનેજર પટેલ મનન કુમાર પ્રવિણભાઇ , ભાઇલાલભાઇ પટેલ સહિત મંડળીના અન્ય હોદેદારો , ખેડુતો સહિત સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
જીલ રાવલ સાબરકાંઠા