

25.jpg?w=1110&ssl=1)
સૌરાષ્ટ્રના બોટાદમાં એક કમનસીબ ઘટના બની છે. તાજેતરમાં બોટાદમાં મુશળધાર વરસાદને કારણે લાઠીદડ ગામના એક જ પરિવારના લોકો કારમાં તણાઇ ગયા અને એ કારમાં ગામના અન્ય 2 લોકો પણ હતા એટલે કુલ 7 લોકોએ જીવ ગુમાવ્યા
બોટાદથી 15 કિ.મી દુર આવેલા લાઠીદડ ગામમાં રહેતા પ્રિયંક ચૌહાણના પરિવારના લોકો બાલા સુરધન દાદા મંદિરે દર્શન કરવા ગયા હતા. આ પરિવારના 5 લોકો હતા. પાછા ફરતી વખતે ઇકો કારમાં ચૌહાણ પરિવાર હતો અને ગામના અન્ય 2 લોકો સહિત કુલ 9 લોકો કારમાં હતા. એ વખતે એટલો મુશળધાર વરસાદ પડ્યો કે ધસમસતા પાણીમાં કાર તણાઇ ગઇ તે વખતે 2 પુરુષો કારમાંથી કુદી ગયા, પરંતુ લાઠીદડ ગામના 7 લોકોના મોત થયા. ચૌહાણ પરિવારમાં હવે માત્ર પ્રિયંક જ બચ્યો છે. આ પરિવાર ટિફિન સર્વિસનું કામ કરતા હતા. પ્રિયંકની માતા, 2 બહેનો અને દાદા- દાદી કારમાં હતા.