fbpx

આ તારીખ સુધી ભારે વરસાદ, નદીઓમાં પૂર આવી શકે: અંબાલાલ પટેલ

Spread the love
આ તારીખ સુધી ભારે વરસાદ, નદીઓમાં પૂર આવી શકે: અંબાલાલ પટેલ

હવામાનના જાણકાર અંબાલાલ પટેલ સાથે અમે ફોન પર વાત કરીને આગામી દિવસોમાં હવામાન વિશેની જાણકારી મેળવી હતી. અંબાલાલ પટેલે કહ્યું કે, હાલની સીસ્ટમ ઉત્તર ભારત તરફ છે અને 25 જૂને તે સરકીને મધ્ય ભારત તરફ આવશે, જેને કારણે ગુજરાતમાં રાજકોટ, જામનગર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાલનપુર, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે. ઉપરાતં મહિસાગર, ભરૂચ, સુરત નવસારી, સુરતમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે.

 બીજુ વહન 26થી 30 જૂન અને જુલાઇની શરૂઆતમાં ભારે વહન લઇને આવી રહ્યું છે જેને કારણે ગુજરાતની કેટલીક નદીઓમાં પૂર આવી શકે છે.નર્મદાના સ્ત્રાવ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે જેને કારણે નર્મદા નદી બે કાંઠે વહેતી થશે.

error: Content is protected !!