fbpx

શક્તિસિંહે રાજીનામું આપી દીધું કે લઈ લેવામાં આવ્યું?

Spread the love
શક્તિસિંહે રાજીનામું આપી દીધું કે લઈ લેવામાં આવ્યું?

ગુજરાતના રાજકારણના એક મોટા ન્યુઝ સોમવારે સામે આવ્યા. વિસાવદર અને કડી વિધાનસભાની ચૂંટણીના જે પરિણામો જાહેર થયા તેમાં ફરી એકવાર કોંગ્રસનો રકાસ થયો. પરિણામ જાહેર થયાના 4 કલાકમાંજ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી કે.બંને વિધાનસભામાં કોંગ્રેસની હારની જવાબદારી સ્વીકારીને મેં મારું રાજીનામું હાઇકમાન્ડને મોકલી આપ્યું છે અને ગુજરાતના પ્રમુખ તરીકે આજે મારો છેલ્લો દિવસ છે. તેમણે કહ્યું કે, જ્યા સુધી હાઇ કમાન્ડ નવા પ્રમુખની જાહેરાત ન કરે ત્યાં સુધી કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર ઇન્ચાર્જ પ્રમુખની જવાબદારી સંભાળશે.

 જો કે જાણકારોનું કહેવું છે કે, શક્તિસિંહે ગોહિલે રાજીનામું નથી આપ્યું, પરંતુ તેમનું રાજીનામું લઇ લેવાયું છે, કારણકે  કોંગ્રેસને એક પણ બેઠકો તેઓ જીતાડી શક્યા નથી.

error: Content is protected !!