fbpx

ધનકુબેર નીકળ્યો પ્રોજેક્ટ એન્જિનિયર, ઘર પર લોકાયુક્તના દરોડામાં ભારે માત્રમાં સોનું-ચાંદી જપ્ત

Spread the love
ધનકુબેર નીકળ્યો પ્રોજેક્ટ એન્જિનિયર, ઘર પર લોકાયુક્તના દરોડામાં ભારે માત્રમાં સોનું-ચાંદી જપ્ત

કર્ણાટકના બેલગાવીમાં એક ધનકુબેર એન્જિનિયરનો ભાંડાફોડ થયો છે. લોકાયુક્તે આ એન્જિનિયરના ઘરે દરોડા પાડ્યા હતા, જેમાં મોટી માત્રામાં સોનું અને ચાંદી મળી આવ્યું છે. આ ઉપરાંત, મોટી સંખ્યામાં સંપત્તિના કાગળ જપ્ત કરવામાં આવ્યા છે.

lokayukta-Raid2

શું છે આખો મામલો?

પ્રોજેક્ટ એન્જિનિયરના આવાસ પર લોકાયુક્તના દરોડામાં મોટી માત્રામાં સંપત્તિ મળી છે. એક મોટી કાર્યવાહીમાં, લોકાયુક્તના અધિકારીઓએ બેલગાવીના રામતીર્થ નગરમાં મુખ્ય એન્જિનિયર અશોક વલસંદના આવાસ પર દરોડા પાડ્યા હતા. ધારવાડમાં પણ તેમના આવાસ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.

lokayukta-Raid3

તપાસ દરમિયાન અધિકારીઓએ લગભગ 92.7 લાખ રૂપિયાની કિંમતનું 1.80 કિલો સોનું અને લગભગ 3.96 લાખ રૂપિયાની કિંમતનું 3.5 કિલો ચાંદી જપ્ત કર્યું હતું. આ ઉપરાંત, 1.5 લાખ રૂપિયા રોકડ મળી આવી હતી. મોટી સંખ્યામાં સંપત્તિના દસ્તાવેજ અને સંપત્તિના કાગળ જપ્ત કરવામાં આવ્યા છે. લોકાયુક્ત ટીમ દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવેલા દરેક દસ્તાવેજ અને વસ્તુની સાવધાનીપૂર્વક તપાસ કરી રહી છે.

lokayukta-Raid1

આજ રીતે એક સમાચાર માર્ચ 2025માં પણ સામે આવ્યા હતા. ઓરિસ્સામાં પરિવહન વિભાગના એક વરિષ્ઠ અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના પર 3 બહુમાળી ઇમારતો, 3 ફ્લેટ, 11 પ્લોટ અને એક ફાર્મહાઉસ (14.78 એકરમાં ફેલાયેલું), 11 એકરથી વધુની ખેતીલાયક જમીન, 2.1 કિલો સોનાના બિસ્કિટ અને ઘરેણાં, 1 કરોડ રૂપિયા (જે ફ્લેટ ખરીદવા માટે ચૂકવવામાં આવ્યા હતા), 17 લાખ રૂપિયાનું બેન્ક બેલેન્સ, 2 કાર અને 17.55 લાખ રૂપિયા રોકડા જેવી મોટી સંખ્યામાં સંપત્તિ હસ્તગત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

તેમની પાસેથી 2.1 કિલો વજનના સોનાના બિસ્કિટ અને ઘરેણાં, ભુવનેશ્વરમાં એક આલીશાન ફ્લેટ ખરીદવા માટે ચૂકવવામાં આવેલા 1 કરોડ રૂપિયા, 17 લાખ રૂપિયાની બેન્ક ડિપોઝિટ, 2 ફોર-વ્હીલર અને 17.55 લાખ રૂપિયા રોકડ પણ જપ્ત કરવામાં આવ્યા હતા.

error: Content is protected !!